વાંચો તમારું 19 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. નાણાંકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડે.
વૃષભ : વાણીની મીઠાશથી આપના રૂકાવટ વિલંબમાં પડેલા કામનો ઉકેલ આવતો જાય. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.
મિથુન : આપને નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા સતાવે અને ઘરે રહો તો નોકરી ધધાની ચિંતા સતાવ્યા કરે.
કર્ક : આપના કાર્યની સાથે અડોશ પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. સંયુક્ત ધંધામા ભાઈભાંડુનો સહકાર મળી રહે.
સિંહ : આપને કામકાજમાં સાનુકુળતા રહે. કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. કામ ઉકેલાય.
કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાતમાં સાનુકુળતા રહે.
તુલા : આપના કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. મોસાળ પક્ષ સાસરી પક્ષની ચિંતા જણાય. આકસ્મિક ખર્ચ ખરીદી જણાય.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. લાભ ફાયદો થાય.
ધન : આપના કામની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહેવાનું બને. ખર્ચ જણાય.
મકર : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. પરદેશના કામ અંગે મુલાકાત થઇ શકે.
કુંભ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પારિવારીક પ્રશ્ને ચિંતા જણાય.
મીન : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સહકાર મળી રહે.
- અગ્નિદત્ત પદમનાભ









