વાંચો તમારું 16 જુલાઈ, 2026નું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેષ : રથયાત્રાની આપ સર્વેને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ઘર-પરિવારની ચિંતાના લીધે કામમાં મન લાગે નહીં. ઉચાટ-ઉદ્વેગ જણાય.
વૃષભ : અષાઢી બીજની શુભકામનાઓ. આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યકર વર્ગ- નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે.
મિથુન : રથયાત્રા પર્વની શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામમાં વ્યસ્ત રહો. કામ ઉકેલાતાં રાહત થાય.
કર્ક : આપ સહુને રથયાત્રાની ખૂબ શુભકામનાઓ. આપના અગત્યના કામનો ઉકેલ આવે. રાજકીય-સરકારી કામકાજ અંગે મુલાકાત થાય.
સિંહ : અષાઢી બીજ-રથયાત્રાની શુભેચ્છાઓ. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સીઝનલ ધંધામાં ધ્યાન રાખવું પડે.
કન્યા : આપ સર્વેને રથયાત્રાની શુભકામનાઓ. આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
તુલા : રથયાત્રા પર્વની ખૂબ શુભેચ્છાઓ. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં વ્યસ્ત રહો.
વૃશ્ચિક : અષાઢી બીજની શુભકામનાઓ. દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે.
ધન : આપ સહુને રથયાત્રાની શુભેચ્છાઓ. આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
મકર : આપ સર્વેને અષાઢી બીજની શુભકામનાઓ. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. આનંદ રહે.
કુંભ : રથયાત્રા પર્વની ખૂબ શુભેચ્છાઓ. સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
મીન : અષાઢી બીજ-રથયાત્રાની શુભકામનાઓ. આપની બુદ્ધિ-અનુભવ-આવડત- મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. ધર્મકાર્ય થાય.
- અગ્નિદત્ત પદમનાભ









