Astro

વાંચો તમારું 08 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભ અનુસાર, મેષ રાશિના જાતકોને કૌટુંબિક કામકાજમાં દોડધામ રહેશે, પરંતુ ધંધામાં આવકથી કામનો ઉકેલ આવશે. કર્ક રાશિના જાતકોને કામની પ્રશંસા અને સીઝનલ ધંધામાં લાભ થશે. કન્યા રાશિના જાતકોને નોકરી-ધંધા અર્થે બહારગામ જવાનું બની શકે છે. ધન રાશિના જાતકોને નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી પડશે. મીન રાશિના જાતકોને ઉપરી અધિકારીઓનો સહકાર મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 08 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : કૌટુંબિક- પારિવારીક કામકાજ અંગે આપને દોડધામ- શ્રમ જણાય. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવે.
વૃષભ : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જવાથી આપને રાહત અનુભવાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
મિથુન : આપને કામકાજમાં કોઇ ને કોઇ મુશ્કેલી - રુકાવટ આવ્યા કરે. આવેશ- ઉશ્કેરાટમાં આવી જઇને કોઇ કામ કરવું નહીં.
કર્ક : આપના કામની કદર- પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સંતાનના પ્રશ્ને આપને ખર્ચ-ખરીદી જણાય. સીઝનલ ધંધામાં લાભ થાય.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન- મકાન- વાહનની લે-વેચના કામમાં સાનુકુળતા જણાય.
કન્યા : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે.
તુલા : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઇચ્છા થાય નહીં.
વૃશ્ચિક : આપના કામમાં સાનુકુળતા મળી રહે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. પરદેશના કામકાજ અંગે મુલાકાત થાય.
ધન : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું જ ધ્યાન રાખવું. નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી.
મકર : આપની બુધ્ધિ- મહેનત અનુભવ આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
કુંભ : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા જણાય.
મીન : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકરવર્ગ નોકર ચાકર વર્ગનો સાથ- સહકાર મળી રહે. પરદેશના કામ થઇ શકે.

  • અગ્નિદત્ત પદમનાભ