Astro

વાંચો તમારું 07 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓનું આજનું ભવિષ્યફળ જણાવ્યું છે. મેષ રાશિના જાતકોને બેન્ક અને શેરબજારના કામમાં અનુકૂળતા રહેશે, જ્યારે વૃષભ રાશિના લોકોને ધાર્યા કામ થવાથી ઉત્સાહ વધશે. મિથુન રાશિના લોકોને સરકારી કામમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તુલા રાશિના લોકોએ વાહનથી સાચવીને રહેવું. ધન રાશિના લોકોને કોર્ટ-કચેરીના કામમાં ખર્ચ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 07 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેન્કના, વીમા કંપનીના, શેરોના કામમાં સરળતા રહે. સામાજિક-વ્યવહારિક કામ રહે.
વૃષભ : આપના ગણત્રી- ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાત થઈ શકે.
મિથુન : આપે રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. કામ ન ઉકેલાવાથી ઉચાટ-ઉદ્વેગ રહે.
કર્ક : આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતાં ઝડપથી કામનો ઉકેલ લાવી શકો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
સિંહ : દિવસના પ્રારંભથીજ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. સામાજિક-વ્યવહારિક કામકાજ જણાય.
કન્યા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. કામનો ઉકેલ આવવાથી આનંદ રહે.
તુલા : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
વૃશ્ચિક : આપના અગત્યના કામકાજનો ઉકેલ આવતો જવાથી આપને રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.
ધન : કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગની મુશ્કેલી રહે.
મકર : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સીઝનલ ધંધામાં લાભ થાય.
કુંભ : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. જમીન-મકાન-વાહનની લે-વેચના કામમાં સંભાળવું પડે.
મીન : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ જણાય. ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે.

  • અગ્નિદત્ત પદમનાભ