Astro

વાંચો તમારું 11 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
'ગુજરાત સમાચાર' દ્વારા જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓનું ભવિષ્ય જણાવ્યું છે. મેષ રાશિના જાતકોને નોકરી-ધંધા અને ઘર-પરિવારની ચિંતા રહેશે. વૃષભ રાશિને પ્રશંસા અને બઢતીના યોગ છે. સિંહ રાશિને સરકારી કામમાં પ્રતિકૂળતા, જ્યારે કન્યા રાશિને જમીન-મકાનમાં લાભ થશે. ધન રાશિએ શાંતિથી દિવસ પસાર કરવો. આમ, દરેક રાશિ માટે અલગ-અલગ ફળ દર્શાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 11 ઓગસ્ટ 2026નું રાશિ ભવિષ્ય

મેષ : નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા આપને રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા આપને સતાવ્યા કરે.
વૃષભ : આપના કાર્યની કદર-પ્રશંસા થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવાય. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
મિથુન : આપને કામકાજમાં સાનુકૂળતા મળી રહે. બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજ થઈ શકે. ધંધામાં આવક જણાય.
કર્ક : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. ધંધાકીય કામ અંગે મુલાકાત થઈ શકે.
સિંહ : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને પ્રતિકૂળતા જણાય. ઉતાવળ કરવામાં આપનું કામ બગડે. ખર્ચ જણાય.
કન્યા : જમીન-મકાન-વાહનના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. મિત્રવર્ગના સહકારથી કામનો ઉકેલ લાવવામાં સરળતા રહે.
તુલા : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા થતી જાય. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ મદદરૂપ થાય.
વૃશ્ચિક : નોકરી-ધંધામાં બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય. ધંધામાં નવી કોઈ વાતચીત આવે કે ઓર્ડર મળી રહે. ધર્મકાર્ય થાય.
ધન : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં ધ્યાન રાખવું.
મકર : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત થતી જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
કુંભ : આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરે. કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ-શ્રમ-જણાય.
મીન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. સંતાનની ચિંતા ઓછી થાય.

  • અગ્નિદત્ત પદમનાભ