Astro

વાંચો તમારું 03 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
2 Aug 20261 min read
TukuTouch Logo
જ્યોતિષી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિના જાતકો માટે આજનું ભવિષ્યવાણી કરી છે. મેષ રાશિના જાતકોને સરકારી કામમાં ઉતાવળ ન કરવાની સલાહ અપાઈ છે, જ્યારે વૃષભ રાશિના લોકોને કામમાં સફળતા મળશે. કન્યા રાશિના જાતકોના અગત્યના કામ પૂર્ણ થશે અને તેમને રાહત મળશે. આયાત-નિકાસના કામમાં કર્ક રાશિના જાતકોને સાનુકૂળતા રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 03 ઓગસ્ટ, 2026નું રાશિ ભવિષ્ય

મેષ : રાજકીય-સરકારી કામકાજમાં, ખાતાકીય કામમાં આપે ઉતાવળ કરવી નહીં. સાસરીપક્ષ - મોસાળપક્ષે ચિંતા ઉચાટ જણાય.
વૃષભ : આપના કામમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતાં કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામ થઇ શકે.
મિથુન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન મકાન વાહનના કામકાજ થાય.
કર્ક : દેશ પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને સાનુકુળતા મળી રહે. નોકર ચાકરવર્ગનો સાથ રહે.
સિંહ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કામકાજમાં ઉતાવળ કરવી નહીં.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઇ શકાય.
તુલા : આપના કામમાં ઇર્ષ્યા કરનાર વર્ગ-હરીફવર્ગ મુશ્કેલી ઉભી કરે. આકસ્મિક ખર્ચ ખરીદીના લીધે નાણાંભીડ જણાય.
વૃશ્ચિક : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનનો સહકાર મળી રહે.
ધન : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલી જણાય. ઘર-પરિવારની ચિંતાના લીધે કામકાજમાં મન લાગે નહીં.
મકર : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ અનુભવો. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
કુંભ : આપના કામમાં સાનુકુળતા થતી જાય. સામાજિક વ્યવહારિક કામ અંગે આપને વ્યસ્તતા જણાય. ખર્ચ જણાય.
મીન : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ રહે. અન્યનો સહકાર મળી રહે.

  • અગ્નિદત્ત પદમનાભ