વાંચો તમારું 21 જુન 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય. મહત્તવના નિર્ણય લઈ શકાય. બપોર પછી કામકાજ અંગે વ્યસ્તતા જણાય.
વૃષભ : બપોર સુધી આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં. પરંતુ ત્યારબાદ ધીરે-ધીરે આપને રાહત થતી જાય.
મિથુન : આડોશ-પાડોશના, ભાઈભાંડુના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી આપને તબીયતની અસ્વસ્થતા જણાય. ખર્ચ જણાય.
કર્ક : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજમાં આપને દોડધામ-શ્રમ રહે. ભાઈભાંડુ વર્ગનો સાથ-સહકાર મળી રહે.
સિંહ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યક્તિ સાથે મિલન-મુલાકાતથી આનંદ રહે.
કન્યા : માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય. વિચારોની દ્વિધા-અસમંજસતાને લીધે કામકાજમાં આપે ધ્યાન રાખવું પડે.
તુલા : દિવસનો પ્રારંભ સારો રહે. કામકાજનો ઉકેલ આવતો જાય. પરંતુ જેમ દિવસ પસાર થાય તેમ આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.
વૃશ્ચિક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર-સગા-સંબંધીવર્ગ-મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.
ધન : જૂના સ્વજન-સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય. ખર્ચ રહે.
મકર : દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેનીથી થાય. થાક-કંટાળો અનુભવાય. પંરતુ જેમ દિવસ પસાર થાય આપને શાંતિ રાહત રહે.
કુંભ : આપના કાર્યની સાથે જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. બપોર પછી બેચેની વ્યગ્રતા જણાય.
મીન : આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. દિવસ પસાર થાય તેમ કામનો ઉકેલ આવતો જાય.
- અગ્નિદત્ત પદમનાભ









