Astro

વાંચો તમારું 11 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

By GS Team
11 Sep 20251 min read
This article was originally published on 11 Sep 2025
વાંચો તમારું 11 સપ્ટેમ્બર 2025 નું રાશિ ભવિષ્ય

મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. કામકાજમા આવેલી પ્રતિકૂળતા ધીરે ધીરે દૂર થતી જાય.

વૃષભ : આપના કાર્યમાં કોઈને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. બેંકના, વીમા કંપનીના, શેરોના કામમાં ધ્યાન રાખવું.

મિથુન : જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામનો ઉકેલ આવતો જાય. આપના દોડધામ શ્રમમાં ઘટાડો થતો જાય.

કર્ક : જમીન મકાન વાહનના કામમાં આપને સરળતા જણાય. આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો.

સિંહ : આપના કામમાં સાનુકુળતા મળી રહે. દેશ પરદેશના કામમાં આયાત-નિકાસના કામમાં આપને પ્રગતિ જણાય.

કન્યા : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો.

તુલા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય.

વૃશ્ચિક : આપના કાર્યની સાથે કોર્ટ-કચેરીના કામમાં વ્યસ્તતા જણાય. સીઝનલ ધંધામાં માલનો ભરાવો કરવો નહીં.

ધન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના કામ અંગે દોડધામ રહે.

મકર : આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય. ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. તબીયત સાચવવી.

કુંભ : આપના કાર્યમાં ઉપરી વર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકરવર્ગનો સાથ સહકાર મળી રહે. પરદેશના કામ થાય.

મીન : સામાજિક વ્યવહારિક કામકાજ અંગે આપને દોડધામ ખર્ચ જણાય. જો કે ધંધામાં આપને સાનુકુળતા મળી રહે.

- અગ્નિદત્ત પદમનાભ