Get The App

વાંચો તમારું 06 જુન 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jun 6th, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 06 જુન 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા રહે. ધંધામાં દોડધામ રહે.

વૃષભ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકુળતા રહે.

મિથુન : દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.

કર્ક : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. અન્યનો સહકાર મળી રહેતાં રાહત જણાય. કામ ઉકેલાય.

સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહક વર્ગનું ધ્યાન રાખવું પડે. મોસાળપક્ષ સાસરીપક્ષનું કામ રહે.

કન્યા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહે. કામનો ઉકેલ આવતો જાય. મહત્ત્વના નિર્ણય લઇ શકાય.

તુલા : નોકરી ધંધો જાવ તો આપને ઘર-પરિવારની ચિંતા જણાય અને ઘરે રહો તો નોકરી ધંધાની ચિંતા આપને સતાવ્યાકરે.

વૃશ્ચિક : અડોશ પડોશના કામ અંગે વ્યસ્તતા રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ મળી રહે. આનંદ ઉત્સાહ રહે.

ધન : આપના કાર્યની સાથે કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે દોડધામ શ્રમ ખર્ચ જણાય. આંખોની કાળજી રાખવી.

મકર : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાંઆપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. વિચારોની અસમંજસતા દ્વિધા જણાય.

કુંભ : આપના કાર્યમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલી રહ્યા કરે. વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી આપે સંભાળવું પડે.

મીન : આપના કાર્યમાં સંતાનનો સહકાર મળી રહેતાં રાહત રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય. આવક થાય.

- અગ્નિદત્ત પદમનાભ