Get The App

વાંચો તમારું 03 જુન 2026નું રાશિ ભવિષ્ય

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
વાંચો તમારું 03 જુન 2026નું રાશિ ભવિષ્ય 1 - image

મેષ : નોકરી ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે મિલન મુલાકાત થઇ શકે.

વૃષભ : આપના કામમાં પ્રતિકૂળતા જણાય. બેંકના, વીમા કંપનીના શેરોના કામમાં સાવધાની રાખવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

મિથુન : આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવું પડે. આપના કાર્યમાં અન્યનો સાથ મળી રહે.

કર્ક : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદ ગેરસમજ મનદુ:ખથી સંભાળવું પડે.

સિંહ : આપની મહેનત અનુભવ આવડત બુદ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ખર્ચ ચિંતા અનુભવાય.

કન્યા : આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન મકાન વાહનના કામમાં ધ્યાન રાખવું.

તુલા : આપના કામમાં ઉપરીવર્ગ સહકાર્યકર વર્ગ નોકર ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે. બઢતી બદલીના કામ થાય.

વૃશ્ચિક : કૌટુંબિક પારિવારીક કામકાજ અંગે આપને વ્યસ્તતા રહે. સીઝનલ ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવતો જાય.

ધન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવાય. રાજકીય સરકારી કામકાજ અંગે મુલાકાત ગોઠવાય.

મકર : કોર્ટ કચેરીના કાર્યમાં આપે ધીરજ રાખવી. આપને કામમાં કોઇને કોઈ રૂકાવટ મુશ્કેલીનો અનુભવ થાય. ખર્ચ જણાય.

કુંભ : વાણીની મીઠાશથી આપને કામમાં સરળતા મળી રહે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થાય.

મીન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર સગા સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ રહે. કામ ઉકેલાતાં રાહત રહે.

- અગ્નિદત્ત પદમનાભ