Astro

રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર

By GS Team
2 Aug 20252 mins read
This article was originally published on 2 Aug 2025
TukuTouch Logo
રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર

Raksha Bandhan 2025: રક્ષાબંધન એ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના સુખ અને સમૃદ્ધિની કામના કરે છે.

શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે રક્ષાબંધન પર બહેને તેના ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ.

આ પણ વાંચો: રક્ષાબંધન 2025: બહેનને ભૂલથી પણ ન આપવી જોઈએ આવી ગિફ્ટ, ખરાબ પ્રભાવ પડતો હોવાની છે માન્યતા

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોએ લાલ રંગની રાખડી બાંધવી જોઈએ. લાલ રંગ પ્રેમનું પ્રતીક છે, તેથી લાલ રંગની રાખડી બાંધવાથી ભાઈ-બહેનનો સંબંધ મજબૂત બને છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિવાળા લોકોએ પોતાના કાંડા પર સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા ભાઈને રક્ષાબંધન પર લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. લીલો રંગ તમારા ભાઈના ભાગ્યને ઉજળું કરવામાં મદદરુપ થશે. 

કર્ક રાશિ

રક્ષાબંધન પર કર્ક રાશિવાળા ભાઈને સફેદ રંગની રાખડી બાંધવી જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભાઈને સફળતા અપાવશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકોએ રક્ષાબંધન પર નારંગી રંગની રાખડી બાંધવી જોઈએ.

કન્યા રાશિ 

જો તમારા ભાઈની રાશિ કન્યા હોય, તો રક્ષાબંધન પર તેને લીલા રંગની રાખડી બાંધવી જોઈએ. આ તમારા ભાઈને જીવનમાં ભાગ્યનો પૂરો સાથ મળશે. 

તુલા રાશિ

જે લોકોની રાશિ તુલા છે, તેમણે ગુલાબી રંગની રાખડી બાંધવી જોઈએ. આ ભાઈ-બહેનના સંબંધોને મજબૂત બનાવે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા ભાઈને લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ જીવનમાં મધુરતા આવશે. 

ધન રાશિ

જો તમારા ભાઈની ધન રાશિ છે, તો તેણે પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. જેથી તેના ભાઈના જીવનમાં ઉર્જા આવે છે.

મકર રાશિ

રક્ષાબંધન પર જે ભાઈની રાશિ મકર છે, તેમને આછા વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: રક્ષાબંધન પર શનિ-મંગળ આમને-સામને, 3 રાશિના જાતકો સામે 'સંકટ'

કુંભ રાશિ

જો તમારા ભાઈની રાશિ કુંભ છે, તો તેને વાદળી રંગની રાખડી બાંધવી જોઈએ. આનાથી તેના ભાઈના જીવનમાં સ્થિરતા આવે છે.

મીન રાશિ

મીન રાશિવાળા ભાઈને પીળા રંગની રાખડી બાંધવી જોઈએ. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.