રક્ષાબંધન 2025: બહેનને ભૂલથી પણ ન આપવી જોઈએ આવી ગિફ્ટ, ખરાબ પ્રભાવ પડતો હોવાની છે માન્યતા
Raksha Bandhan 2025: ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આ પવિત્ર તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધીને ઉજવવામાં આવે છે અને આ સાથે બહેન ભાઈના સારા સ્વાસ્થ્ય, લાંબા આયુષ્ય અને સુખી જીવનની શુભેચ્છા પાઠવે છે. તેના બદલામાં ભાઈઓ બહેનને કોઈ ભેટ આપીને તેના રક્ષણ કરવાનો સંકલ્પ કરે છે. જો કે, રક્ષાબંધન જેવા શુભ પ્રસંગે કેટલીક ભેટ આપવાનું ટાળવું જોઈએ. પૌરાણિક માન્યતા પ્રમાણે આ વસ્તુઓને અશુભતા અથવા નકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે તેથી ચાલો જાણીએ કે રક્ષાબંધન પર કઈ વસ્તુઓ ભેટ તરીકે ન આપવી જોઈએ.
આ પણ વાંચો: રક્ષાબંધન પર શનિ-મંગળ આમને-સામને, 3 રાશિના જાતકો સામે 'સંકટ'
હિન્દુ પરંપરાઓ મુજબ કાળા રંગને નકારાત્મકતા અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને તહેવારો અને શુભ પ્રસંગોએ આ રંગનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ભાઈ બહેનના તહેવા એવા રક્ષાબંધન પ્રસંગે, બહેનને કાળા કપડાં કે અન્ય વસ્તુઓ આપવાને બદલે સફેદ કે ચમકદાર રંગોવાળી ભેટ આપવી વધુ શુભ માનવામાં આવે છે.
પરફ્યુમ
પરફ્યુમ સુગંધનું પ્રતીક માનવામાં આવે છે, તેમ છતાં કેટલીક માન્યતાઓ પ્રમાણે તેને ભેટમાં આપવું યોગ્ય માનવામાં આવતું નથી. એવું કેહવામાં આવે છે કે, કેટલીક સુગંધ નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલી હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય અથવા સંબંધો પર ખરાબ અસર ઉભી કરી શકે છે. જેથી કરીને રક્ષાબંધન પર પરફ્યુમ ભેટ આપવાનું ટાળવું વધુ યોગ્ય છે.
કાચની વસ્તુઓ
કાચને એક નાજુક અને જલ્દીથી તૂટી જતી વસ્તુ માનવામાં આવે છે. જે અસ્થિરતા અને નબળાઈ દર્શાવે છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબૂત અને ટકાઉ રાખવા માટે રક્ષાબંધન પર કાચની વસ્તુઓ ભેટ આપવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: ઘરની આ દિશામાં રાખો આ કલરના હાથીની મૂર્તિ, ક્યારેય પૈસા નહીં ખૂટે!
ઘડિયાળ
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઘડિયાળ શનિ ગ્રહ સાથે જોડાયેલી છે. માન્યતા પ્રમાણે ઘડિયાળ ભેટ આપવી એ સંબંધોમાં સમય અથવા અંતરની ગણતરીનો સંકેત હોઈ શકે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે, અટકેલી ઘડિયાળ સંબંધોમાં અવરોધો ઊભી કરી શકે છે. તેથી આ પ્રસંગે ઘડિયાળને બદલે અન્ય પ્રકારની ભેટ આપવી શુભ છે.