Astro

બે દિવસ બાદ શક્તિશાળી કામ ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

By GS TEAM
26 Sep 20252 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોને એક રાશિમાંથી બીજી રાશિમાં જવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 28 સપ્ટેમ્બરનો દિવસ ખાસ માનવામાં આવે છે, કારણ કે, આ દિવસે ગુરુ ગ્રહ, રાહુ અને મંગળ એક વિશેષ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન ત્રણેય ગ્રહ ત્રિકોણમાં હશે, જેથી આ કામ ત્રિકોણ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ 28 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધી એટલે કે, આખો મહિનો ચાલશે. રાહુ, ગુરુ અને મંગળ 3, 7 અને 11મા ભાવમાં યુતિ કરે છે, ત્યારે કામ ત્રિકોણ રાજયોગ રચાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે દિવસ બાદ શક્તિશાળી કામ ત્રિકોણ રાજયોગ, આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Kam Trikon Rajyog: જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોને એક રાશિમાંથી બીજી રાશિમાં જવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 28 સપ્ટેમ્બરનો દિવસ ખાસ માનવામાં આવે છે, કારણ કે, આ દિવસે ગુરુ ગ્રહ, રાહુ અને મંગળ એક વિશેષ સ્થિતિમાં રહેશે. આ દરમિયાન ત્રણેય ગ્રહ ત્રિકોણમાં હશે, જેથી આ કામ ત્રિકોણ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ 28 સપ્ટેમ્બરથી 27 ઓક્ટોબર સુધી એટલે કે, આખો મહિનો ચાલશે. રાહુ, ગુરુ અને મંગળ 3, 7 અને 11મા ભાવમાં યુતિ કરે છે, ત્યારે કામ ત્રિકોણ રાજયોગ રચાય છે.

આ પણ વાંચો: Navratri 2025: દુર્ગા અષ્ટમીએ ભૂલથી પણ ના કરશો આ કામ, જાણી લો વ્રત ખોલવાની રીત

શાસ્ત્રોમાં કામ ત્રિકોણ યોગને ખૂબ જ શક્તિશાળી રાજયોગ તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ યોગ ચોક્કસ રાશિના જાતકો માટે સમૃદ્ધિ, પ્રગતિ અને સૌભાગ્ય લાવે છે. તેનાથી પ્રભાવિત લોકો તેમના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ કે આ રાજયોગ કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે.

કન્યા રાશિ

કન્યા રાશિ માટે આ યોગ કોઈ વરદાન બરાબર છે. તમારા કાર્યસ્થળમાં નવી નોકરી, પ્રમોશન અથવા વિશેષ ઓળખાણની શક્યતા છે. નાણાકીય લાભ મળી શકે છે અને રોકાણ માટે આ શ્રેષ્ટ સમય રહેશે. વૈવાહિક જીવન વધુ સુમેળભર્યું બનશે.

ધન રાશિ

ધન રાશિ માટે કામ ત્રિકોણ યોગ અત્યંત શુભ  સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય મજબૂત થશે, અને ઘણા સમયથી અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થશે. વ્યવસાયમાં નફો અને તમારી નોકરીમાં પ્રગતિ શક્ય છે. તમને માન- સમ્માન અને યશની પ્રાપ્તિ થશે. મુસાફરીથી લાભ મળવાની શક્યતા છે.

આ પણ વાંચો: આવતીકાલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ, સૂર્ય-શનિનો દુર્લભ સંયોગ બનશે!

મકર રાશિ 

મકર રાશિ માટે આ સમય કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિનો સમય સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે પૂર્ણ થઈ શકે છે. કાર્યસ્થળમાં નવી તકો ઊભી થશે. તમારી મહેનતનું ફળ મળશે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે, અને તમારા પારિવારિક જીવનમાં શાંતિ અને ખુશી રહેશે.