Astrology vs Science: જ્યોતિષ શાસ્ત્રમાં થયેલું નવું સંશોધન કહે છે કે, પરંપરાગત રાશિચક્ર હજારો વર્ષ પહેલાંની નક્ષત્ર સ્થિતિ પર આધારિત છે, જે આધુનિક ખગોળીય સ્થિતિ સાથે મેળ ખાતું નથી, જેને લીધે તમારી રાશિ ખોટી હોઈ શકે છે!
આ પણ વાંચો: 17 સપ્ટેમ્બરે ઇન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો ઉપાય અને શુભ મુહૂર્ત
પરંપરાગત રાશિચક્ર અને આધુનિક વાસ્તવિકતા
તાજેતરમાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અખબારમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. તેમાં જણાવ્યા પ્રમાણે, આપણે હજારો વર્ષોથી આપણા ‘રાશિ ચિહ્નો’ને ખોટી રીતે અનુસરી રહ્યા છીએ. પરંપરાગત જ્યોતિષ શાસ્ત્ર 2,000 વર્ષ પૂર્વેની નક્ષત્ર સ્થિતિ પર આધારિત છે, જ્યારે આજની ખગોળીય સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર આવ્યા છે. આ સંશોધન અનુસાર, spring equinox એટલે કે ‘વસંત સમપ્રકાશીય’ (ખગોળીય વસંતની શરુઆત) કાળમાં સૂર્યની સ્થિતિમાં થયેલા ફેરફારને કારણે રાશિચક્રની તારીખોમાં વિસંગતતા સર્જાઈ છે.
પૃથ્વીના 'એક્સિઅલ પ્રિસેશન'ની ભૂમિકા કારણભૂત છે
આ પરિવર્તનનું મુખ્ય કારણ પૃથ્વીનું ''એક્સિઅલ પ્રિસેશન' (axial precession) છે. આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીનો અક્ષ ધીમે ધીમે ફરતો રહે છે. પરિણામે દર 72 વર્ષે પૃથ્વીનું પરિભ્રમણ એક ડિગ્રી બદલાઈ જાય છે. આ ધીમી પરંતુ સતત ચાલતી પ્રક્રિયાને લીધે સમય સાથે નક્ષત્રોની સાપેક્ષ સ્થિતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર થયો છે.
રાશિચક્રમાં સ્થાનાંતરણ
3,000 વર્ષ પૂર્વે ‘વસંત સમપ્રકાશીય’ સમયે સૂર્ય મેષ રાશિની સામે હતો, જ્યારે 2025માં તે મીન રાશિની સામે હશે. આનો અર્થ એ છે કે જે વ્યક્તિને પરંપરાગત રીતે મેષ રાશિનો માનવામાં આવે છે, તે ખરેખર મીન રાશિ હોઈ શકે છે. એ રીતે 600 વર્ષ પછી સૂર્ય કુંભ રાશિની સામે હશે.
જ્યોતિષ શાસ્ત્રીઓનો પડકાર
પ્રખ્યાત જ્યોતિષી ચાની નિકોલસે આ સંશોધનને પડકાર્યું છે. તેમના મતે પ્રાચીન જ્યોતિષીઓ એક્સિઅલ પ્રિસેશનથી પરિચિત હતા. આ કારણસર તેમણે રાશિચક્રની રચના વસંત સમપ્રકાશીય બિંદુએ કરી હતી. એટલે કે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન હતી ત્યારે. તેને લીધે આ પદ્ધતિ ઐતિહાસિક સુસંગતતા જાળવી રાખે છે અને સાર્વત્રિક રીતે લાગુ પડે છે.
આ પણ વાંચો: સર્વપિતૃ અમાસના દિવસે જ સૂર્યગ્રહણનો યોગ, જાણો શ્રાદ્ધ કર્મ પર અસર થશે કે નહીં
જ્યોતિષ શાસ્ત્રના પારંગતો શું કહે છે?
નવા સંશોધન બાબતે જ્યોતિષ શાસ્ત્રના પારંગતો માને છે કે પરંપરાગત રાશિ ચક્રએ તેનું મહત્ત્વ નથી ગુમાવ્યું. જ્યોતિષ શાસ્ત્રની અનેક પરંપરાઓ અને અર્થઘટનની પદ્ધતિઓ અસ્તિત્વમાં છે, જે વ્યક્તિને તેની જન્મ કુંડળીને વિવિધ દૃષ્ટિકોણથી સમજવામાં મદદ કરે છે.
પરંપરા અને વિજ્ઞાનનું સંતુલન
આ સંશોધન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વચ્ચેનો વિરોધાભાસ પ્રગટ કરે છે. ખગોળશાસ્ત્ર આધુનિક વૈજ્ઞાનિક ગણતરીઓ પર આધારિત છે, જ્યારે જ્યોતિષ શાસ્ત્ર સાંસ્કૃતિક અને ઐતિહાસિક પરંપરા ધરાવે છે. આધુનિક સમયમાં ભવિષ્યવાણી કરવા માટે આ બંનેનો સમન્વય સૌથી અનુકૂળ માર્ગ સાબિત થઈ શકે છે.


