સિંહ-કુંભ સહિત આ 4 રાશિના જાતકો ખાસ ચેતજો! 'ગ્રહણ યોગ'ના કારણે પરિવાર-ઑફિસમાં આવશે પરેશાની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Grahan Yog : સૂર્ય આવતીકાલે શુક્રવારે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીઓ મુજબ, 13 ફેબ્રુઆરી, 2026ના રોજ કુંભ રાશિમાં એક મહત્ત્વપૂર્ણ અને વિશેષ યુતિ બનવા જઈ રહી છે. આ દિવસે સૂર્ય અને રાહુ એક જ રાશિમાં સાથે રહેશે. જ્યારે પણ સૂર્ય કે ચંદ્રમાનો સંબંધ રાહુ સાથે બને છે તો તેને જ્યોતિષમાં 'ગ્રહણ યોગ' કહેવામાં આવે છે. સૂર્ય આત્મવિશ્વાસ, ઓળખ અને આત્મબળનું પ્રતિક છે. જ્યારે રાહુ ભ્રમ, મૂંઝવણ અને અચાનક બદલાવ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. તેવામાં 'ગ્રહણ યોગ'ના કારણે કુંભ સહિત આ 4 રાશિના જાતકો ખાસ ચેતીને રહેવાની જરૂર છે.
આવી સ્થિતિમાં આ યુતિ માનસિક મૂંઝવણ, નિર્ણય લેવામાં વિલંબ અથવા સામાજિક તણાવ પેદા કરી શકે છે. તેની અસર ચોક્કસ રાશિના જાતકો પર પડવાની છે, ત્યારે તેઓએ ખાસ સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે, 13 ફેબ્રુઆરીએ સૂર્ય-રાહુ યુતિ દરમિયાન કઈ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે.
વૃષભ રાશિ
સૂર્ય રાહુના ગ્રહણ યોગથી વૃષભ રાશિના જાતકોએ કારકિર્દી ક્ષેત્રે સાવચેતી રાખવાની જરૂર છે. ઑફિસ પોલિટિક્સ અથવા ગેરસમજની સ્થિતિ ઊભી થઈ શકે છે. આમ, અધિકારીઓ સાથે દલીલ કરવાની જગ્યાએ શાંત રહીને કામ કરવું વધુ યોગ્ય રહેશે. આ સમયે ધેર્ય જ તમારી તાકાત બનશે.
સિંહ રાશિ
સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે અને રાહુ સાથેની યુતિ દામ્પત્ય અને ભાગીદારીના ક્ષેત્રને પ્રભાવિત કરી શકે છે. જેને લઈને જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથે મતભેદ વધવાની શક્યતા છે. જેથી વાતચીત કરવામાં સંયમ રાખવો અને ભાવનામાં નિર્ણય ન લેવા.
વૃશ્ચિક રાશિ
ગ્રહણ યોગ તમારા ઘર, પરિવાર અને અંગત જીવનને અસર કરી શકે છે. પારિવારિક બાબતોમાં તણાવ રહેવાની શક્યતા છે. તમારી માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું અને સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી
કુંભ રાશિ
ગ્રહણ યોગ કુંભ રાશિમાં જ બની રહ્યો છે, એટલાં માટે તેની સીધી અસર આ રાશિના જાતકો પર પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા ઊંડાણપૂર્વક વિચાર કરો, ઉતાવળમાં લીધેલા નિર્ણયથી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: 3 માર્ચે બનશે મંગળાદિત્ય રાજયોગ, 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
13 ફેબ્રુઆરીએ સૂર્ય-રાહુ યુતિથી પોતાને બચાવવા માટે કેટલાક ખાસ ઉપાયો
- દરરોજ સવારે સૂર્ય દેવને જળ અર્પણ કરો અને તેમની સ્તુતિ કરો.
- કાળા તલ અથવા મિશ્ર અનાજનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
- શાંત મનથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
- પક્ષીઓને વિવિધ પ્રકારના અનાજ ખવડાવવાથી પણ શુભ પરિણામો મળી શકે છે.









