Diwali 2025: દિવાળીમાં લક્ષ્મી પૂજનમાં શંખ કેમ જરૂરી? જાણો ધાર્મિક મહત્ત્વ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image AI |
Diwali 2025: દિવાળીનો તહેવાર રોશની અને સજાવટનો જ તહેવાર નથી, પરંતુ આ સમયે માં લક્ષ્મીજીની પૂજા અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાનો યોગ્ય સમય માનવામાં આવે છે. આ વર્ષ દિવાળીનો તહેવાર 20 ઓક્ટોબર, 2025, સોમવારના રોજ મનાવવામાં આવશે. આ સમયે માં લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે એક શંખ ખરીદવાની પ્રાચીન પરંપરા રહી છે. આવો જાણીએ કે તેની પાછળ શું ધાર્મિક મહત્ત્વ રહેલું છે.
આ પણ વાંચો: દિવાળી પહેલા ઘરે લઈ આવો 4 પવિત્ર વસ્તુઓ — વાસ્તુ મુજબ સૌભાગ્ય અને સમૃદ્ધિનો રાજમાર્ગ
લક્ષ્મી પૂજનમાં શંખનું મહત્ત્વ
શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સમુદ્રનું પ્રતીક અને શુભતાનો સ્ત્રોત પણ કહેવાય છે. દિવાળીના દિવસે શંખ ખરીદવાથી વાસ્તુ દોષ સાથે જોડાયેલી સમસ્યાનો પણ અંત આવે છે. આ સિવાય શંખ વગાડવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
હિન્દુ પૌરાણિક કથાઓમાં માં લક્ષ્મીને ધન અને સમૃદ્ધિની દેવી કહેવાય છે. લક્ષ્મી પૂજાના દિવસે શંખ ખરીદાવીથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને ધન સમૃદ્ધિમાં વધારો થાય છે. એટલે દિવાળી પર શંખ ખરીદતી વખતે, હંમેશા કુદરતી અને શુદ્ધ શંખ જ લેવો જોઈએ. શાસ્ત્રોમાં સફેદ કે આછા રંગના શંખને અત્યંત શુભ માનવામાં આવે છે.
દિવાળી 2025 માં શંખના પ્રયોગ
આ વર્ષે દિવાળી પર લક્ષ્મી પૂજા દરમિયાન શંખ ફૂંકવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ અને શાંતિ વધે છે. શંખ ફૂંકતી વખતે તમે મંત્રો અથવા ટૂંકી પ્રાર્થના પણ કરી શકો છો. શાસ્ત્રોમાં શંખને દેવી લક્ષ્મીના ભાઈ તરીકે વર્ણવવામાં આવ્યો છે, જેથી કરીને તે લક્ષ્મી પૂજન પર તેને વધુ ખાસ બનાવે છે.
આ પણ વાંચો: દિવાળી પૂજામાં ભૂલથી પણ આવા કપડાં ન પહેરશો! જાણો કયા રંગ અને સ્ટાઈલથી બચવું
શંખ ઉપરાંત, રંગોળી, દીવા અને તોરણ પણ દિવાળી પર વિશેષ મહત્ત્વ ધરાવે છે. દિવાળી પર તમારા ઘરના મુખ્ય દરવાજાને પવિત્ર દોરા અને ફૂલોના તોરણથી સજાવો. આ ઉપરાંત, પૂજા સ્થળને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. દેવી લક્ષ્મીની સામે દીવો પ્રગટાવો અને મીઠાઈઓનો ભોગ અર્પણ કરો.




