Astro

શનિની કુંભ રાશિમાં બુધ એક્ટિવ થશે! હોળી સુધી 3 રાશિના જાતકો થશે માલામાલ!

By GS Team
28 Jan 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બધા ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે, તે દરેક જાતકને બુદ્ધિ, જ્ઞાન અને ધન-દોલતના આશીર્વાદ આપે છે. જ્યારે પણ બુધનું ગોચર થાય છે ત્યારે તેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે-સાથે માનવ જીવન પર પણ પડે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 3 ફેબ્રુઆરી, 2026 મંગળવારના રોજ બુદ્ધિના દાતા બુધ શનિદેવની રાશિ કુંભમાં રાત્રે 9:54 વાગ્યે ગોચર કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

શનિની કુંભ રાશિમાં બુધ એક્ટિવ થશે! હોળી સુધી 3 રાશિના જાતકો થશે માલામાલ!

Budh Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બધા ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે, તે દરેક જાતકને બુદ્ધિ, જ્ઞાન અને ધન-દોલતના આશીર્વાદ આપે છે. જ્યારે પણ બુધનું ગોચર થાય છે ત્યારે તેનો પ્રભાવ દેશ-દુનિયાની સાથે-સાથે માનવ જીવન પર પણ પડે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 3 ફેબ્રુઆરી, 2026  મંગળવારના રોજ બુદ્ધિના દાતા બુધ શનિદેવની રાશિ કુંભમાં રાત્રે 9:54 વાગ્યે ગોચર કરશે. 

જ્યોતિષીઓના મતે હાલમાં કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો અને રાહુ બિરાજમાન છે, જેની અસર 3 ફેબ્રુઆરીએ દેખાશે. કારણ કે, તે દિવસે કુંભ રાશિ પર શનિ, બુધ અને રાહુ ત્રણેય ગ્રહો એકસાથે એક્ટિવ અને પ્રભાવશાળી રહેશે. બુધના આ ગોચરની 12 રાશિઓ પર અસર પડશે, પરંતુ તેમાંથી કેટલીક રાશિઓને ધન લાભ, સારી આવક અને પરિણામોનું ફળ પ્રાપ્ત થશે. તો ચાલો જાણીએ કે 3 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલા બુધના ગોચરથી કઈ રાશિઓ માલામાલ થશે.

મેષ રાશિ

બુધનું ગોચર મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. કરિયરમાં નવી જવાબદારીઓ અથવા પ્રમોશનના યોગ બની રહ્યા છે. જે લોકો મીડિયા, લેખન, માર્કેટિંગ અથવા ઓનલાઈન કામ સાથે જોડાયેલા છે, તેમને મોટો ફાયદો થઈ શકે છે. તમે વાતચીત અને સમજણ દ્વારા ઘણી મહત્વપૂર્ણ તકોનો લાભ લઈ શકશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે બુધનું ગોચર ધન અને કરિયરની દ્રષ્ટિએ સારું રહેશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. નોકરીમાં ફેરફાર અથવા નવી નોકરીની ઓફર પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સમય ડીલ પાક્કી કરનારો રહેશે અને લાભના યોગ બનશે. નવા પ્રોજેક્ટ્સ અથવા નવી જવાબદારીઓ મળી શકે છે.

આ પણ વાંચો: અજિત પવારના પ્લેન ક્રેશના સામે આવ્યા CCTV, બે વખત લેન્ડિંગના પ્રયાસ પછી ક્રેશ

મકર રાશિ

બુધના ગોચરથી મકર રાશિના જાતકોને સામાજિક માન-સન્માન પ્રાપ્ત થશે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે, જેનો ફાયદો ભવિષ્યમાં મળશે. પાર્ટનરશિપમાં કરવામાં આવેલું કામ આગળ વધશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય અનૂકુળ રહેશે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાના યોગ છે. ખર્ચા પર નિયંત્રણ રહેશે. આવકના નવા રસ્તા ખુલશે.