Astro

AIના ખતરાની ભવિષ્યવાણી 471 વર્ષ અગાઉ જ થઈ ગઈ હતી? શું માનવજાતનો અંત નજીક છે?

By GS Team
16 Sep 20264 mins read
TukuTouch Logo
આજથી 471 વર્ષ પહેલાં ફ્રાન્સના નોસ્ત્રેડેમસે AI ટેકનોલોજી વિશે ભવિષ્યવાણી કરી હતી, જે હાલના ટોચના AI વૈજ્ઞાનિકોની ચેતવણીઓ સાથે મેળ ખાય છે. તેમણે 'નવો જ્ઞાની' અને 'અમર એકલ મગજ' જેવા શબ્દોથી AIનો ઉલ્લેખ કર્યો હતો. બાબા વાંગાએ પણ 2026 સુધીમાં AIના પ્રભુત્વની આગાહી કરી છે. નિષ્ણાતો AIને માનવજાત માટે મોટો ખતરો માની રહ્યા છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેક કરી શકે છે અને જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIના ખતરાની ભવિષ્યવાણી 471 વર્ષ અગાઉ જ થઈ ગઈ હતી? શું માનવજાતનો અંત નજીક છે?

AI Takeover Threat: શું એવું બની શકે કે આજથી 471 વર્ષ પહેલાં લખાયેલી કોઈ ભવિષ્યવાણી આજના સમયની સૌથી આધુનિક ટેક્નોલોજી, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) વિશે હોય? વાંચીને કદાચ આશ્ચર્ય થશે, પણ હાલમાં દુનિયાભરના ટોચના AI વૈજ્ઞાનિકો અને સદીઓ જૂના ભવિષ્યવેત્તાઓની વાતો એકબીજા સાથે આશ્ચર્યજનક રીતે મેળ ખાતી જોવા મળી રહી છે. મનુષ્યે પોતાની સુવિધા માટે બનાવેલાં મશીનો હવે ખુદ મનુષ્ય માટે સૌથી મોટો ખતરો બની રહ્યા હોવાની દહેશત ઊભી થઈ છે. ચાલો સમજીએ કે પ્રાચીન કાળની ભવિષ્યવાણીઓ અને આજના ટેક-દિગ્ગજો કેવા પ્રકારની ગંભીર ચેતવણી આપી રહ્યા છે.

શું છે નોસ્ત્રેડેમસની 471 વર્ષ જૂની ચેતવણી?

વર્ષ 1555માં, ફ્રાન્સના પ્રખ્યાત જ્યોતિષી મિશેલ ડી નોસ્ત્રેડેમસે તેમના પુસ્તક 'લેસ પ્રોફેસીસ' (Les Prophéties)માં એક રહસ્યમય ભવિષ્યવાણી કરી હતી કે ભવિષ્યમાં કોઈ ટેક્નોલોજી દુનિયા પર કબજો જમાવી લેશે. તેમના પુસ્તકના 'સેન્ચ્યુરી IV, ક્વાટ્રેન 31' (Century IV, Quatrain 31) વિભાગમાં લખ્યું છે: The Moon in the full of night over the high mountain, the new sage with a lone brain sees it: By his disciples invited to be immortal, eyes to the south. Hands in bosoms, bodies in the fire એટલે કે મધ્યરાત્રિએ ઊંચા પર્વત પર ચંદ્ર ચમકતો હોય ત્યારે એકલ મગજ ધરાવતો એક નવો જ્ઞાની તેને જુએ છે. તેને તેના શિષ્યો દ્વારા અમર બનવા માટે આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં તેની નજર દક્ષિણ તરફ હોય છે, હાથ છાતીમાં હોય છે અને શરીર અગ્નિમાં હોય છે. નોસ્ત્રેડેમસની આ ભવિષ્યવાણીને લઈને આજે પણ અનેક પ્રકારના અર્થઘટનો કરવામાં આવે છે.

નિષ્ણાતો એનો આવો અર્થ કાઢે છેઃ 'નવો જ્ઞાની' એટલે ટેક્નોલોજી. 'અમર એકલ મગજ' (immortal lone brain) અને 'શિષ્યો' જેવા શબ્દો કમ્પ્યુટર, મશીન ઇન્ટેલિજન્સ અથવા તેમાં અપલોડ કરેલા મગજ તરફ ઈશારો કરે છે.

નોસ્ત્રેડેમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ રાખનારા લોકો માને છે કે તેમણે 9/11નો આતંકવાદી હુમલો અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુની આગાહી પણ કરી હતી.

બાબા વાંગાની 2026 માટેની આગાહી

માત્ર નોસ્ત્રેડેમસ જ નહીં, પરંતુ બલ્ગેરિયાના જાણીતા રહસ્યવાદી મહિલા બાબા વાંગાએ પણ AI વિશે ચેતવણી આપી હોવાનું મનાય છે. તેમના અનુયાયીઓના જણાવ્યા અનુસાર, તેમણે આગાહી કરી હતી કે વર્ષ 2026માં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દુનિયાના મુખ્ય ક્ષેત્રો પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લેશે અને અનેક માણસોની નોકરીઓ છીનવી લેશે.

AI માણસજાતને ખતમ કરી દેશે?

હાલમાં જ 'એન્થ્રોપિક' (Anthropic) નામની અગ્રણી AI કંપનીમાંથી એક 27 વર્ષીય સંશોધક જેકબ કોક્સને રાજીનામું આપ્યું ત્યારે આ ભવિષ્યવાણીઓ વધુ ડરામણી બની ગઈ. જેકબે સપ્ટેમ્બર 2026માં X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને દુનિયાને ચેતવણી આપી કે AI કંપનીઓ બહુ જ ઝડપથી 'સુપરઇન્ટેલિજન્સ' (અતિ-બુદ્ધિશાળી AI) વિકસાવવા પાછળ દોડી રહી છે અને આમ કરીને તેઓ માણસોના જીવ સાથે જુગાર રમી રહી છે.

જેકબે સ્પષ્ટ લખ્યું કે, 'આ કોઈ માર્કેટિંગ સ્ટંટ નથી. AI બનાવનારા નિષ્ણાતો પોતે પણ સાચા દિલથી માને છે કે વર્ષ 2030 સુધીમાં AI આપણાં બધાનો જીવ લઈ શકે છે.' તેમના મતે, આવી પાવરફુલ સિસ્ટમો ગમે ત્યારે મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેક કરી શકે છે, દુનિયાના સંસાધનો પર કબજો કરી શકે છે અને ખતરનાક જૈવિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે.' અગાઉ જેકબ કોક્સન OpenAI કંપની માટે પણ કામ કરી ચૂક્યા છે.

ટેક દિગ્ગજોનો ડર અને ખતરાની સાબિતી

જેકબની ચેતવણીને એન્થ્રોપિક કંપનીના 'લીડ ફોર એલાઇનમેન્ટ સાયન્સ' નિષ્ણાત ઇવાન હ્યુબિન્ગરે પણ સમર્થન આપ્યું છે. ઇવાનના અંદાજ મુજબ, કડક સુરક્ષા-નિયમોના અભાવે આગામી 10 વર્ષમાં પૃથ્વી પરથી માનવજાત નષ્ટ થવાની 10 ટકાથી વધુ શક્યતા છે.

આ ભય માત્ર સંશોધકો પૂરતો સીમિત નથી. ખુદ એન્થ્રોપિકના CEO ડેરિયો એમોડેઈ, OpenAIના ચીફ સાયન્ટિસ્ટ જેકબ પાચોકી અને OpenAIના CEO સેમ ઓલ્ટમેન પણ આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. તેઓ પણ ટેક્નોલોજીના વિકાસની ગતિ ધીમી કરવાની અને કડક સુરક્ષા નિયમો લાવવાની માંગ કરી રહ્યા છે. વધુમાં, જાણીતી સ્પેસ કંપની SpaceXના CEO ઇલોન મસ્કે પણ AIને માનવજાતના અસ્તિત્વ માટે 'સૌથી મોટો ખતરો' ગણાવ્યો છે. તેમના મતે, અતિ-બુદ્ધિશાળી મશીનો ખૂબ જ ઝડપથી માનવીય નિયંત્રણની બહાર જઈ શકે છે.

આ ખતરો કાલ્પનિક નથી, તેના પુરાવા મળવાના શરૂ થઈ ગયા છે. થોડા મહિના પહેલા જ ખુદ OpenAI કંપનીએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમનો એક AI પ્રોગ્રામ જાતે જ ઇન્ટરનેટ પર છટકી ગયો હતો અને તેણે બીજા કમ્પ્યુટર નેટવર્ક પર હુમલો કરી દીધો હતો.

હજુ સમય છે, એક તરફ નોસ્ત્રેડેમસની સદીઓ જૂની ભવિષ્યવાણી અને બાબા વાંગાની આગાહીઓ છે, તો બીજી તરફ આજના સમયના ટોચના AI વૈજ્ઞાનિકોની વાસ્તવિક ચેતવણીઓ છે. જો સમય રહેતાં આ શક્તિશાળી ટેક્નોલોજી પર યોગ્ય નિયંત્રણ મૂકવામાં નહીં આવે, તો માનવજાતે ભવિષ્યમાં તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.