Astro

સૂર્યાસ્ત બાદ ઘરમાં આ 5 કામ કરવા અશુભ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

By GS Team
6 Nov 20252 mins read
TukuTouch Logo
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે, ત્યાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. માં લક્ષ્મી આવા લોકોને હંમેશા સમૃદ્ધ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યાસ્ત પછી ઘરમાં કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે. ચાલો જાણીએ કે સાંજે આપણે કઈ ભૂલો ન કરવી જોઈ

Summarized by AI; it may make mistakes. Check important info

સૂર્યાસ્ત બાદ ઘરમાં આ 5 કામ કરવા અશુભ, નહીંતર દેવી લક્ષ્મી થઈ જશે નારાજ

Vastu Tips: શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે, ત્યાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી. માં લક્ષ્મી આવા લોકોને હંમેશા સમૃદ્ધ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સૂર્યાસ્ત પછી ઘરમાં કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તેઓ ઘર છોડીને ચાલ્યા જાય છે. ચાલો જાણીએ કે સાંજે આપણે કઈ ભૂલો ન કરવી જોઈએ.

આ પણ વાંચો: આવતીકાલે શુક્ર રાહુના નક્ષત્રમાં કરશે એન્ટ્રી, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી થઈ જશે!

તુલસીના છોડને સ્પર્શ ન કરવો

જ્યોતિષીઓના કહેવા પ્રમાણે સાંજે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે, અને સાંજે આ છોડને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. તેથી, આ ભૂલ ક્યારેય ન કરવી.

સાંજના ટાઈમે ક્યારેય ન સૂવું

એવું કહેવાય છે કે, સૂર્યાસ્ત બાદ એટલે કે સંધ્યા ટાઈમે ક્યારેય સૂવું ન જોઈએ. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. સાંજે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. તેમજ પૂજા પાઠ કરો અને મંત્રો અને આરતી સાથે દેવી-દેવતાઓનું આહ્વાન કરો.

સાંજે ક્યારે ઝાડુ ન મારવું

સૂર્યાસ્ત પછી એટલે કે સંધ્યા ટાઈમે ક્યારે ઘર સાફ ન કરવું જોઈએ. સાંજે ઘર સાફ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તે ઘર છોડીને ચાલી જાય છે. એવી પણ માન્યતા છે કે ઘરની સાવરણી ક્યારેય બહારના લોકોની નજર ન પડવી જોઈએ. તેથી, સાવરણી હંમેશા ઘરમાં સંતાડીને રાખવામાં આવે છે. તમે જોયું હશે કે મોટાભાગના ઘરોમાં, સાવરણી હંમેશા દરવાજા પાછળ છુપાવીને રાખવામાં આવે છે.

સાંજે ક્યારેય કોઈ પૈસા ઉધાર ન આપવા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાંજે કોઈની સાથે પૈસાની લેવડદેવડ ન કરવી જોઈએ. આ સમય દરમિયાન ક્યારેય કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા તેમજ ઉધાર આપવા પણ નહીં. આમ કરવાથી દેવી લક્ષ્મી પણ ગુસ્સે થાય છે. આ ઉપરાંત મંગળવારે પૈસાની લેવડદેવડ પણ ટાળવી જોઈએ. આ દિવસે લીધેલું દેવું ચૂકવવું ખૂબ મુશ્કેલ હોય છે.

આ પણ વાંચો: 5 દિવસ બાદ દેવગુરુ વક્રી થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

સાંજે ક્યારેય મીઠું ન આપવું

સાંજે રસોડામાંથી કોઈને મીઠું ન આપવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીઠું ચંદ્ર અને શુક્ર સાથે સંકળાયેલું છે. સાંજે બીજાને મીઠુ આપવાથી ધન- સંપત્તિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર પડે છે. આવા ઘરના લોકો ક્યારેય સમૃદ્ધ થતા નથી.