Get The App

5 દિવસ બાદ દેવગુરુ વક્રી થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
5 દિવસ બાદ દેવગુરુ વક્રી થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે 1 - image

Guru Vakri 2025: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહનું ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ગુરુ ગ્રહની વક્રીને પણ કોઈ સંયોગથી ઓછું નથી માનવામાં આવતું. દ્રિક પંચાંગ પ્રમાણે ગુરુ 11 નવેમ્બરે કર્ક રાશિમાં વક્રી થશે. તમને જણાવી દઈએ કે, 18 ઓક્ટોબરે દેવગુરુ 'ગુરુ'એ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં પ્રવેશ કર્યો હતો.

જ્યોતિષીઓના મતે, ગુરુ હાલમાં પોતાની અતિચારી અવસ્થામાં છે. પૂરા 12 વર્ષ પછી ગુરુ કર્ક રાશિમાં વક્રી થશે, જેનો સમય રાત્રે 10:11 વાગ્યાનો હશે. ત્યારબાદ 5 ડિસેમ્બર સુધી આ જ અવસ્થામાં રહેશે અને પછી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુમાં આ પરિવર્તનથી ઘણી રાશિઓ માટે સૌભાગ્ય આવવાની અપેક્ષા છે. તો ચાલો જાણીએ કે ગુરુની વક્રી ચાલથી કઈ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. 

વૃષભ રાશિ

દેવગુરુની વક્રીથી વૃષભ રાશિના જાતકોને ધન અને કરિયર સાથે સંબંધિત કાર્યોમાં તેજી આવશે. જૂના અટકેલા પૈસા મળી શકે છે. બિઝનેસ સાથે સબંધિત યોજનાઓમાં પહેલા જે અવરોધો હતા, તે હવે ધીમે-ધીમે દૂર થશે. જે જાતકો સરકારી ક્ષેત્રમાં તેમને પ્રમોશન અથવા સન્માન મળવાની શક્યતા છે. પરિવારના વડીલોનો સહયોગ મળશે અને આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે ગુરુની વક્રી ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ હવે ગતિ પકડશે. કરિયરમાં પ્રગતિ થશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. ઘરમાં પણ ખુશીઓનો માહોલ બનશે. વિદેશ સંબંધિત કોઈ અવસર મળી શકે છે અથવા જૂનું અટકેલું કાર્ય પૂર્ણ થશે.

આ પણ વાંચો: નવસારીમાં યુવકનું પોલીસે કર્યું એન્કાઉન્ટર, પગમાં ગોળી મારી, સુરતમાં આતંક મચાવ્યો હતો

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ગુરુની વક્રી શુભ માનવામાં આવી રહી છે. આ સમય તમને તમારા લક્ષ્યો પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપશે. જૂના રોકાણો અથવા પ્રોપર્ટીથી લાભ થઈ શકે છે. જે જાતકો કોઈ સબંધમાં છે તેમની વચ્ચેની ગેરસમજ દૂર કરશે. આ સાથે જ કાર્યસ્થળ પર તમારી મહેનતને હવે ઓળખ મળશે.