Aravalli

અરવલ્લી: ધનસુરામાં પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર હુમલો, બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ પાસે SOG પોલીસે પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કર્યો હતો. બિશ્નોઈ ગેંગના 2 આરોપીઓએ પોલીસની ગાડીને ટક્કર મારી પિસ્તોલ તાકતા SOGએ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં PI અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા, જ્યારે આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અરવલ્લી: ધનસુરામાં પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર હુમલો, બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ

Aravalli Dhansura SOG Police Firing Bishnoi Gang: અરવલ્લીના ધનસુરા તાલુકાના શિનોલ ગામ પાસે SOG પોલીસે સ્કોર્પિયોમાં પોશડોડા ભરેલા હોવાની બાતમીના આધારે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની ગાડીને ટક્કર મારી હતી. સ્કોર્પિયોમાં બેઠેલા શખસોએ પોલીસ પર પિસ્તોલ તાકતા બચાવમાં SOG પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જો કે, એટલાંમાં બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બંને આરોપી બિશ્નોઈ ગેંગના હોવાનું SOGએ જણાવ્યું હતું.

image.png

ધનસુરામાં પોશડોડા ભરેલી સ્કોર્પિયોનો પીછો કરતાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર હુમલો

મળતી માહિતી મુજબ, ધનસુરામાં પોશડોડા હેરાફેરી મામલે આરોપી અને પોલીસ આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ હુમલાના ઈરાદે પિસ્તોલ કાઢતા પીઆઈએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ ગાડી સાથે કારની ટક્કર વાગતા પોલીસવાનના ડ્રાઈવર અને પીઆઈ ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ વડા ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ગુજરાત-રાજસ્થાન બોર્ડરના ચેકપોસ્ટ સહિતના હાઈવે પર નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે.