Anand

આણંદમાં બોરસદ રોડ પર બે બાઇકો સામ-સામે ટકરાતાં 3 યુવાનના મોત, નાપાવાંટા ગામમાં માતમ પ્રસર્યો

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નાપાવાંટા ગામના અરમાન રાણા, સમીર રાણા અને અંસાર બેલિમ નામના 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 3 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આણંદમાં બોરસદ રોડ પર બે બાઇકો સામ-સામે ટકરાતાં 3 યુવાનના મોત, નાપાવાંટા ગામમાં માતમ પ્રસર્યો

Anand Accident: આણંદ-બોરસદ રોડ પર આવેલા એક રિસોર્ટ નજીક બે બાઈક વચ્ચે સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવાનોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા 6 યુવાનો બોરસદ તાલુકાના નાપાવાંટા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત.jpg

બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ

મળતી માહિતી અનુસાર, બોરસદ જવાના રસ્તે એક રિસોર્ટ પાસે બે બાઈક સામસામે પૂરઝડપે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈકના ભૂક્કા બોલી ગયા હતા.. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓને કારણે અરમાન રાણા, સમીર રાણા અને અંસાર ઝુબેર બેલિમ નામના ત્રણ યુવાનોના નીપજ્યા છે.

અકસ્માત 01.jpg

પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય ત્રણ યુવાનોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ ગામના ત્રણ-ત્રણ યુવાનોના અકાળે અવસાનથી નાપાવાંટા ગામમાં શોક છવાઈ ગયો હતો.