Amreli

VIDEO| અમરેલીના સાવરકુંડલામાં મેગા ડિમોલિશન: મહુવા રોડથી નાવલી સુધીનો માર્ગ દબાણમુક્ત કરાયો, કેટલાકે સ્વૈચ્છિક છાપરા હટાવ્યા!

By GS Team
28 Sep 20261 min read
TukuTouch Logo
અમરેલીના સાવરકુંડલામાં તંત્ર ગેરકાયદે દબાણો હટાવવા સક્રિય બન્યું છે. મહુવા રોડથી નાવલી સુધીના મુખ્ય માર્ગો પરના છાપરાં-ઓટલાં સહિતના દબાણો દૂર કરાયા. ટ્રાફિક સમસ્યા નિવારવા મહેસૂલ, નગરપાલિકા, પોલીસ સહિતની ટીમોએ કામગીરી કરી. અનેક વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો હટાવ્યા. તંત્રએ લોકોને સ્વૈચ્છિક દબાણ દૂર કરવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલીના સાવરકુંડલામાં મેગા ડિમોલિશન: મહુવા રોડથી નાવલી સુધીનો માર્ગ દબાણમુક્ત કરાયો, કેટલાકે સ્વૈચ્છિક છાપરા હટાવ્યા!

Amreli Savarkundla Demolition: અમરેલીના સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં મહુવા રોડથી નાવલી સુધીના મુખ્ય માર્ગો પર ગેરકાયદે ઊભા કરાયેલા છાપરાઓ, ઓટલા સહિતના દબાણોને દૂર કરવા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સાવરકુંડલામાં ગેરકાયદે દબાણો સામે ડિમોલિશન

સાવરકુંડલામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અનેક વેપારીઓ દ્વારા પણ પોતાના ગેરકાયદે છાપરાઓ સહિતના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા લાગ્યા હતા. સમગ્ર કામગીરીમાં મહેસૂલ વિભાગ, નગરપાલિકા, સિટી સર્વે, પીજીવીસીએલ તેમજ પોલીસની ટીમોને સાથે રાખીને કરવામાં આવી હતી.

મુખ્ય માર્ગો પરના દબાણોને કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓને ધ્યાનામાં રાખીને તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ વહીવટી તંત્રએ લોકોને અપીલ કરી છે કે, શહેરના અન્ય મુખ્ય માર્ગો પર જો કોઈ ગેરકાયદે દબાણ હોય તો તેને સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવે. તંત્રની કામગીરી વચ્ચે અનેક વેપારીઓ સ્વેચ્છાએ દબાણો હટાવી રહ્યા છે, ત્યારે સાવરકુંડલાના મુખ્ય માર્ગો દબાણમુક્ત બને તે દિશામાં વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે