Amreli

અમરેલીમાં પરેશ ધાનાણીના ભાઇએ યુવકનું માથું ફાડી નાખ્યું, સમગ્ર ઘટના CCTV માં કેદ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમરેલીમાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ સાવરકુંડલા બાયપાસ નજીક ચાની કિટલી પર ધર્મકુમાર જોશીપુરા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ધાનાણીએ યુવકના માથામાં ચાની કિટલીથી પાંચ ઘા મારતા તેને 9 ટાંકા આવ્યા. CCTVમાં કેદ થયેલી આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલીમાં પરેશ ધાનાણીના ભાઇએ યુવકનું માથું ફાડી નાખ્યું, સમગ્ર ઘટના CCTV માં કેદ

Amreli City Congress President Sandip Dhanani : અમરેલી શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણી દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. એક યુવકને ચાની કિટલીના ફટકા મારતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સાવરકુંડલા બાયપાસ નજીક ચાની કિટલી પર હુમલો

અમરેલીના સાવરકુંડલા બાયપાસ નજીક આવેલી ચાની કિટલી પર આ બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીના કુટુંબી ભાઈ અને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ ધર્મકુમાર જોશીપુરા નામના યુવક પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

માથામાં ચાની 5 કિટલી ફટકારતા યુવકને આવ્યા 9 ટાંકા

હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા સંદીપ ધાનાણીએ ધર્મકુમાર જોશીપુરાના માથામાં ચાની 5 કિટલીઓ ફટકારી હતી. આ સમગ્ર આઘાતજનક ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા ધર્મકુમારને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં ગંભીર ઇજા થવાથી 9 ટાંકા આવ્યા છે.

પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઇજાગ્રસ્ત યુવકની રજૂઆત બાદ સંદીપ ધાનાણી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકીય હોદ્દા પર બેઠેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારે હુમલો કરવામાં આવતા સ્થાનિક સ્તરે ભારે રોષ જોવા મળી રહ્યો છે.