બાબરા APMCની ચૂંટણી માટે મતદાન: ભાજપ સામે અસંતુષ્ટો-કોંગ્રેસની મિક્સ પેનલે મોરચો માંડતાં ધમસાણ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Babra APMC Election Voting: અમરેલીની બાબરા APMCની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં આજે(28 સપ્ટેમ્બર) મતદાન કરવામાં આવ્યું. જેમાં બાબરા APMCની ખેડૂત વિભાગની 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, ત્યારે ભાજપ સામે ભાજપના અસંતુષ્ટો અને કોંગ્રેસની મિક્સ પેનલે મોરચો માંડતાં ધમસાણની સ્થિતિ જોવા મળી રહી છે.
બાબરા APMCની ચૂંટણી માટે મતદાન
બાબરા APMCની ચૂંટણી માટે ખેડૂતોની 10 બેઠકો માટે 21 ઉમેદવારો અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 8 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો સામે 21 ઉમેદવારોને 341 ખેડૂત મતદારો મતદાન કરશે.
ભાજપ સામે અસંતુષ્ટો-કોંગ્રેસની મિક્સ પેનલે મોરચો માંડતાં ધમસાણ!
જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો સામે 8 ઉમેદવારોને 38 વેપારી મતદાતાઓ મતદાન કરશે. બાબરા APMCની રસપ્રદ બનેલી ચૂંટણીમાં ભારે રસાકસીભર્યો ચૂંટણી માહોલ સર્જાયો છે. આમ, APMC ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ આવતીકાલે મંગળવારે(29 સપ્ટેમ્બર) મતગણતરી-પરિણામ જાહેર થશે.




