VIDEO: અમરેલીના બગસરા બાયપાસ પર તેલનું ટેન્કર પલટી ગયું, લોકોમાં તેલ લૂંટવાની હોડ જામી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bagasra Amreli Oil Tanker Accident : અમરેલી જિલ્લાના બગસરા બાયપાસ રોડ પર આજે એક મોટી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. પીપાવાવ પોર્ટ પરથી ખાદ્ય તેલ ભરીને જઈ રહેલું એક ટેન્કર અચાનક ચાલકે કાબૂ ગુમાવતાં રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. ટેન્કર પલટી જતાં જ તેમાંથી હજારો લિટર તેલ રસ્તા પર વહેવા લાગ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
20-20 લિટરના કેન લઈને પહોંચ્યા લોકો
પોલીસે તપાસ શરૂ કરીટેન્કરમાંથી વહી રહેલું તેલ લેવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલા લોકો 20-20 લિટરના પ્લાસ્ટિકના કેન, ડોલ અને વાસણો લઈને તેલ ભરીને ભાગતા નજરે પડ્યા હતા. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરીને મામલા પર કાબૂ મેળવ્યો હતો. અકસ્માતના આ મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.




