સાવરકુંડલામાં ઉભરાયો 'વિકાસ': અનેક સોસાયટીઓમાં ગટરોના પાણી ફરી વળ્યા, પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખના ઘર પાસે જ નરી ગંદકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Savarkundla Sewage Overflow Issue: અમરેલીના મોટાભાગના તાલુકામાં સારો એવો વરસાદ ખાબક્યો છે. ચોમાસાની સિઝનમાં સાવરકુંડલામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેમાં જેસર રોડ પર આવેલી સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકોમાં સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો ભય જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલામાં ઉભરાયો 'વિકાસ': અનેક સોસાયટીઓમાં ગટરોના પાણી ફરી વળ્યા
સાવરકુંડલાના જેસર રોડ પરની મધુવન સોસાયટી, સરદાર પટેલ સોસાયટી, ગીતાંજલિ સોસાયટી સહિત આસપાસની સોસાયટી પાસે ગટરો ઉભરાવાની સમસ્યા ઘણા વર્ષો હોવાનું રહીશોએ જણાવ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, 'પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની સોસાયટીમાં જ ગટરોના પાણી ઉભરાય છે. રસ્તાઓ પર વહેતા ગંદા પાણીને કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ઘરોમાં મોઢે રૂમાલ બાંધી રહેવું પડે છે અને ઘરે મહેમાનો આવે તો પણ શરમ અનુભવાય છે.'
પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખના ઘર પાસે જ નરી ગંદકી
સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, પાણીની લાઈનોમાં ગટરોના પાણી ભળતાં ચામડી સહિત સ્વાસ્થ્ય સંબંધિત બીમારીનો ડર સતાવી રહ્યો છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરે છે. ગટરની સમસ્યા બાબતે અનેક વખત પાલિકામાં રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા ગંદકીના કારણે ચોમાસામાં રોગચાળો ફાટી નીકળવાનો ભય છે.'









