Amreli

અમરેલી-લાઠી હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય, નવો-ફોરલેન રોડ બનાવવાની સ્થાનિકોની માગ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
અમરેલી જિલ્લામાંથી પસાર થતો અમરેલી-લાઠી હાઇવે બિસ્માર હાલતમાં છે. ભાવનગર-અમદાવાદને જોડતાં આ માર્ગ પર લાઠી અને વરસડા નજીક મોટા ખાડા પડ્યા છે. ઘણાં વર્ષોથી રોડ ન બનતાં વાહનચાલકો અને સ્થાનિકોમાં રોષ છે. સાંસદ અને ધારાસભ્યો આ માર્ગેથી પસાર થવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. સ્થાનિકોએ ફોરલેન હાઇવે બનાવવાની માંગ કરી છે, અન્યથા ગંભીર અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી-લાઠી હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય, નવો-ફોરલેન રોડ બનાવવાની સ્થાનિકોની માગ

Amreli Lathi Highway Bad Condition: અમરેલી જિલ્લામાંથી પસાર થતો અને ભાવનગર-અમદાવાદને જોડતો અતિ મહત્ત્વનો અમરેલી-લાઠી હાઇવે બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. લાઠી અને વરસડા નજીક તો રોડ પર મોટા-મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઘણાં વર્ષોથી અમરેલી-લાઠીનો હાઇવે નવો ન બનતાં સ્થાનિકોમાં રોષ છવાયો છે. જેને લઈને સ્થાનિકોએ નવો રોડ બનાવવાની સાથે ફોર લેનનો હાઇવે બનાવવાની માગ કરી છે.

અમરેલી-લાઠી હાઇવે પર ખાડાનું સામ્રાજ્ય

અમરેલી-લાઠી હાઇવે ઘણાં વર્ષોથી ખખડધજ હાલતમાં છે. રોડ પર ખાડા પડતાં સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જ રોડ પરથી ગાંધીનગર કે અન્ય સ્થળે જવા માટે પ્રદેશના સાંસદ, સ્થાનિક ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ અવારનવાર વૈભવી ગાડીઓમાં પસાર થાય છે. પરંતુ છતાં રોડની ખરાબ સ્થિતિને ધ્યાને લેવામાં આવતી નથી. બીજી તરફ, બિસ્માર રોડને લઈને સ્થાનિકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવતા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

ખરાબ રસ્તાના લીધે અકસ્માતનો ભય

આ માર્ગ પર વાહનોની અવરજવર ખૂબ જ વધારે રહે છે, તેમ છતાં હજુ સુધી રોડને ફોરલેન બનાવવામાં આવ્યો નથી. રોડ સાંકડો હોવા ઉપરાંત ખાડાઓથી ભરેલો હોવાથી અકસ્માત ગંભીર અકસ્માતની ઘટના બને છે.

નવો રોડ બનાવવાની માગ

વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોએ માગ કરી છે કે, આ રોડને ફોરલેન બનાવવામાં આવે અથવા તો પ્રાથમિક તબક્કે આ ખાડાઓનું યોગ્ય રીતે પેચવર્ક કરીને રસ્તાનું સમારકામ કરવામાં આવે.