Amreli

VIDEO| અમરેલી: લાઠી-સાવરકુંડલા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ, જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ અપાયું

By GS Team
3 Jul 20262 mins read
TukuTouch Logo
અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં 3 જુલાઈએ ધોધમાર વરસાદ વરસ્યો. જેમાં અમરેલીના લાઠી, સાવરકુંડલા, વડીયા પંથકમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. સાવરકુંડલાના ફિફાદ ગામે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું. જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ અપાયું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમરેલી: લાઠી-સાવરકુંડલા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ, જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ અપાયું

Amreli Heavy Rain: સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. 3 જુલાઈના રોજ અમરેલીના લાઠી, સાવરકુંડલા, વડીયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ થતાં રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જેમાં સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામે પસાર થતી શેત્રુંજી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, જિલ્લામાં પવન સાથે ભારે વરસાદી માહોલ અને હવામાનની આગાહીને લઈને જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

GujaratSamachar-2026-07-03T232200.307-ezgif.com-optimize.gif

અમરેલીના અનેક તાલુકામાં વરસાદ

અમરેલીના લાઠીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ઘનઘોર વાદળો વચ્ચે લાઠી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ લાઠી શહેરની બજારોમાં પાણી વહેતા થયા હતા. લાઠીના છભાડીયા ગામે 1 કલાકમાં 3 ઇંચ વરસતાં ગામની શેરીઓમાં નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ છભાડીયા ગામની નદીમાં નવા નીર આવ્યા, વોકળા બે કાંઠે થયા અને ખેતરો પાણી પાણી થયા છે. લાઠી પંથકમાં ઘોઘમાર વરસાદ થવાથી પાદરા માંથી પ્રસાર થતી નદીમાં પૂર આવ્યું. જ્યારે દામનગર શહેરમાં બારેમેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આમ, લાઠીમાં ભારે વરસાદ વરસતા ગોઠણસમાં પાણી રસ્તાઓ ઉપર વહેતા થયા હતા. આ સાથે લાઠીના પ્રતાપગઢ, છભાડીયા, ભીંગરાડ, મેથળી પણ વરસાદ વરસ્યો. ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતાં વાતાવરણ ઠંડક પ્રસરી હતી અને સારો એવો વરસાદ વરસતા ખેડૂતોમાં હરખ છવાયો છે.

GujaratSamachar-2026-07-03T232711.263-ezgif.com-video-to-gif-converter.gif

સાવરકુંડલા: ફિફાદ ગામે પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર

અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘમહેરની સ્થિતિ છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામે પસાર થતી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે. ચોમાસાની સિઝનની શરૂવાત થતાં જ નદી નાળાઓ છલકાયા છે.

વડીયા પંથકના ધોધમાર વરસાદ

વડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યા બાદ વડીયા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં વડીયાના હનુમાન ખીજડીયા, ઢૂંઢીયા પીપળીયા, અરજણસુખ, તોરી, ખાન ખીજડીયા ગામે સારો એવો વરસાદ નોંધાયો છે. જેમાં અરજણસુખ ગામે ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અરજણસુખમાં 2 ઇંચ, ઢૂંઢીયા પીપળીયા 2 ઇંચ, હનુમાન ખીજડીયા 1.5 ઇંચ, તોરી 2 ઇંચ વરસાદ થયો છે.

જાફરાબાદના બંદર પર 3 નંબરનું સિગ્નલ

હવામાન વિભાગની આગાહીને પગલે જાફરાબાદના બંદર પર સિગ્નલ બદલી 3 નંબરનું સિગ્નલ લાગવામાં આવ્યું છે. IMD અનુસાર, રાજ્યમાં આગામી 6 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ-ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે.

image.png