VIDEO: અમરેલીના ખાંભાના રહેણાંક વિસ્તારમાં 2 સિંહોના આંટાફેરા, 5 પશુઓનું મારણ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Khambha Lion Viral Video : અમરેલી જિલ્લાના ખાંભા શહેરમાંથી સિંહોના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ખાંભાના મહાદેવ પરા અને આશ્રમપરા વિસ્તારમાં મોડી રાત્રે ૨ વનરાજો મુક્તપણે લટાર મારતા જોવા મળ્યા હતા. શહેરમાં ઘૂસેલા આ સિંહોએ અલગ અલગ વિસ્તારોમાં 5 પશુઓનો શિકાર કર્યો છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
રહેણાંક વિસ્તારમાં સિંહોની સતત અવરજવર અને પશુઓના શિકારના પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફાળ પડી છે અને ભયનો માહોલ સર્જાયો છે. CCTV વાઇરલ થતાં વનવિભાગ પાસે પેટ્રોલીંગ વધારવાની માંગખાંભાના મુખ્ય વિસ્તારોમાં 2 સિંહોની લટાર મારવાના આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યા છે.
ખોરાક અને શિકારની શોધમાં સિંહો વારંવાર માનવ વસાહતો તરફ આવી રહ્યા હોવાથી લોકોની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. સ્થાનિકો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે વનવિભાગ દ્વારા રાત્રિના સમયે શહેરી વિસ્તારોમાં કડક પેટ્રોલીંગ કરવામાં આવે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય અને કોઈ મોટી હોનારત સર્જાતા બચી શકાય.




