Amreli

અમરેલી: ખીજડિયા ખારીમાં વાડીના કૂવામાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

By GS Team
20 Jul 20261 min read
TukuTouch Logo
અમરેલીના ખીજડીયા ખારી ગામે સીમ વિસ્તારની વાડીના કૂવામાંથી 80 વર્ષીય હિંમતભાઈ જખવાડિયાનો મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો હતો. વૃદ્ધ કૂવામાં કયા સંજોગોમાં પડ્યા તે રહસ્ય ઘેરું બન્યું છે. પોલીસે ઘટના પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમરેલી: ખીજડિયા ખારીમાં વાડીના કૂવામાંથી વૃદ્ધનો મૃતદેહ મળ્યો,  ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

Amreli News: અમરેલીના ખીજડીયા ખારી ગામમાં એક કરૂણ ઘટના સામે આવી છે, જ્યાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી 80 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

મળતી વિગતો અનુસાર, ખીજડીયા ખારી ગામે આવેલી પ્રવીણ પઢિયારની વાડીના કૂવામાં એક વૃદ્ધનો મૃતદેહ હોવાની જાણ થતાં જ સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કૂવામાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મૃતકની ઓળખ હિંમત જખવાડિયા (ઉંમર વર્ષ 80) તરીકે થઈ છે.

બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વૃદ્ધ કૂવામાં કયા સંજોગોમાં અને કયા કારણોસર પડ્યા કે ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે, તે અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.