જીવતી વ્યક્તિને મૃત બતાવી મહિલાએ 17.89 લાખનો વીમો પાસ કરાવ્યો, ખોટું મરણ સર્ટી રજૂ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારો કૌભાંડનો મામલો સામે આવ્યો છે. એક મહિલાએ જીવતી વ્યક્તિને મૃત બતાવીને ખોટું મરણ પ્રમાણપત્ર (ડેથ સર્ટિફિકેટ) રજૂ કરીને અંદાજે 17.79 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ ક્લેમ પાસ કરાવી લીધો હતો. આ મામલે સરદારનગર પોલીસે મહિલા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
ઘાટલોડિયામાં રહેતા અને બંધન લાઇફ ઇન્શ્યોરન્સમાં ક્લસ્ટર મેનેજર તરીકે ફરજ બજાવતા હેપ્પીકુમાર ચૌહાણે સરદારનગર પોલીસ સ્ટેશનમાં કુબેરનગરમાં રહેતા વિમલબહેન ભોગેકર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, હોમ ફર્સ્ટ ફાઇનાન્સ કંપની ઇન્ડિયા લિમિટેડ મારફતે કુબેરનગરના મનોજ ભોગેકરના નામે 31-05-2025 ના રોજ હોમ લોન લેવામાં આવી હતી. આ લોન સાથે જ બંધન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીનો 17.79 લાખ રૂપિયાનો જીવન વીમો લેવામાં આવ્યો હતો.
પાંચ જ મહિનામાં વીમો મુક્યો
આ પોલીસીમાં નોમિની તરીકે આરોપી વિમલબહેનનું નામ રાખવામાં આવ્યું હતું. વીમો લીધાના માત્ર 5 મહિના પછી એટલે કે 21-10-2025 ના રોજ વિમા ધારક મનોજભાઈનું ખોટું મરણ સર્ટી રજૂ કરીને મહિલાએ નોમિની તરીકે ક્લેમ મૂક્યો હતો. કંપનીએ 31-12-2025 ના રોજ 17.79 લાખ રૂપિયાનો ક્લેમ મંજૂર કરતા રકમ આરોપી મહિલાના બેંક ખાતામાં જમા થઈ ગઈ હતી.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
ઘટના બાદ જ્યારે એક એજન્સી દ્વારા ફરીથી તપાસ કરાવવામાં આવી ત્યારે ખુલાસો થયો કે મહિલાએ વિમા ધારક પુત્ર હોવાના બોગસ દસ્તાવેજો ઊભા કર્યા હતા. બીજી તરફ, જેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા તે યુવક (મનોજભાઈ) જીવિત હતો અને તેણે સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ કરી હતી કે આરોપી મહિલા તેની માતા નથી. મહિલાએ તેના નામે ખોટી હોમ લોન લઈને અને ખોટું મરણ સર્ટી રજૂ કરીને આ ક્લેમ પાસ કરાવ્યો હતો.









