Ahmedabad

રેલવે મુસાફરોને મોટી રાહત: RailOne એપથી હવે પરિવાર માટે એક સાથે બુક થશે 6 સિઝન ટિકિટ, જાણો નવા નિયમો

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટિંગ સિસ્ટમ આધુનિક બનાવી છે. હવે 'RailOne' એપ પર શેરેબલ UTS સિઝન ટિકિટ બુકિંગ સુવિધા શરૂ થઈ છે. એક યુઝર પોતાના સહિત પરિવારના સભ્યો માટે કુલ 6 સીઝન ટિકિટ બુક કરી શકશે. બુક કરનારની ઉંમર 18 વર્ષ, જ્યારે લાભાર્થીની 5 વર્ષ હોવી જરૂરી છે. ટિકિટમાં ફોટો અને QR કોડ ફરજિયાત છે, જે મુસાફરી દરમિયાન દર્શાવવો પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે મુસાફરોને મોટી રાહત: RailOne એપથી હવે પરિવાર માટે એક સાથે બુક થશે 6 સિઝન ટિકિટ, જાણો નવા નિયમો
Image: railone.net

RailOne App Season Ticket Booking: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટિકિટિંગ સિસ્ટમને વધુ આધુનિક બનાવવામાં આવી છે. રેલવેની ‘RailOne’ એપ પર હવે શેરેબલ UTS સિઝન ટિકિટ (પાસ) બુકિંગની નવી સુવિધા શરૂ કરાઈ છે. આ સુવિધા હેઠળ એક રજિસ્ટર્ડ યુઝર પોતાના માટે એક સિઝન ટિકિટ ઉપરાંત પરિવારના સભ્યો કે અન્ય વ્યક્તિઓ માટે વધુમાં વધુ 5 સિઝન ટિકિટ એમ કુલ 6 ટિકિટ બુક કરી શકશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમથી ડિજિટલ ટિકિટિંગ વધુ સરળ બનશે.

નિયમો અને મહત્ત્વની જોગવાઈઓ

વયમર્યાદાના નિયમો: ટિકિટ બુક કરનાર યુઝરની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જ્યારે અન્ય વ્યક્તિ કે પરિવારના સભ્યના નામે બુક કરાતી ટિકિટ માટે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષ હોવી જોઈએ.
ટિકિટની માન્યતા (Validity): યુઝરે પોતાના માટે બુક કરેલી સિઝન ટિકિટ બુકિંગના દિવસથી જ માન્ય ગણાશે, જ્યારે અન્ય વ્યક્તિ માટે બુક કરાયેલી ટિકિટ બુકિંગના બીજા દિવસથી માન્ય ગણાશે.
ફોટો અને QR કોડ ફરજિયાત: મુસાફરી દરમિયાન પ્રિન્ટેડ કોપી અથવા મોબાઇલમાં સ્પષ્ટ PDF દર્શાવવાની રહેશે. ટિકિટમાં પેસેન્જરનો ફોટોગ્રાફ સ્પષ્ટ હોવો જોઈએ, જે QR કોડમાં પણ ડિજિટલ રીતે એમ્બેડેડ હશે. ટિકિટ પરનો ફોટો અને મુસાફરી કરનાર વ્યક્તિ એક જ હોવા જરૂરી છે.
બુકિંગ રસીદ માન્ય નહીં ગણાય: RailOne એપમાંથી જનરેટ થયેલી બુકિંગ રસીદ, ઇન્વોઇસ કે સાદી પેપર ટિકિટની નકલ માન્ય ગણાશે નહીં. માત્ર અધિકૃત શેરેબલ સિઝન ટિકિટ જ મુસાફરી માટે ગ્રાહ્ય રહેશે.
QR કોડ સાથે ચેડાં પર દંડ: ટિકિટ કે QR કોડ ક્ષતિગ્રસ્ત, ચેડાં કરેલો કે વાંચી ન શકાય તેવો હશે તો ટિકિટ અમાન્ય ગણાશે અને રેલવેના નિયમો મુજબ દંડકીય કાર્યવાહી થઈ શકે છે.