ગણેશ ચતુર્થી પર ટ્રેનોમાં ભીડની ચિંતા છોડો: પશ્ચિમ રેલવેએ ગુજરાત-મુંબઈથી શરૂ કરી સ્પેશિયલ ટ્રેનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway Ganpati Special Trains: આગામી ગણેશોત્સવના તહેવારો દરમિયાન કોંકણ અને મહારાષ્ટ્ર તરફ જતાં મુસાફરોની ભારે ભીડને સુચારુ રીતે નિયંત્રિત કરવા અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ ગણપતિ સ્પેશિયલ ટ્રેનોના વધારાના ફેરા દોડાવવાનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ ટ્રેનોનું બુકિંગ 15મી ઓગસ્ટ 2026થી તમામ PRS કાઉન્ટર તથા IRCTCની અધિકૃત વેબસાઈટ પરથી શરૂ કરી દેવામાં આવ્યું છે. ગુજરાત-મુંબઈની સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા સાથે ઓપરેટ થશે.
વડોદરા, વલસાડ અને ઉધનાથી રત્નાગિરી માટેની સ્પેશિયલ ટ્રેનો
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે ગુજરાત અને મુંબઈથી રત્નાગિરી, ખેડ, સાવંતવાડી રોડ તથા વિશાખાપટ્ટનમ તરફ જતી ટ્રેનોમાં વધારાની ટ્રિપ્સ જોડવામાં આવી છે.
વધારાના ફેરા ધરાવતી ટ્રેનો
- ટ્રેન નં. 09030 (વલસાડ –રત્નાગિરી): 7 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09029 (રત્નાગિરી –વલસાડ): 8 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09022 (ઉધના –રત્નાગિરી): 10 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09021 (રત્નાગિરી –ઉધના): 10 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09114 (વડોદરા –રત્નાગિરી): 8 અને 22 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09113 (રત્નાગિરી –વડોદરા): 9 અને 23 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09013 (મુંબઈ સેન્ટ્રલ –ખેડ): 8 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09014 (ખેડ –મુંબઈ સેન્ટ્રલ): 9 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09019 (મુંબઈ સેન્ટ્રલ –સાવંતવાડી રોડ): 9 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09020 (સાવંતવાડી રોડ –મુંબઈ સેન્ટ્રલ): 10 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09035 (બાંદ્રા ટર્મિનસ –રત્નાગિરી): 10 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09036 (રત્નાગિરી –બાંદ્રા ટર્મિનસ): 11 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09124 (વિશાખાપટ્ટનમ –રત્નાગિરી): 7 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09123 (રત્નાગિરી –વિશાખાપટ્ટનમ): 7 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09110 (વિશાખાપટ્ટનમ –રત્નાગિરી): 9 સપ્ટેમ્બર
- ટ્રેન નં. 09109 (રત્નાગિરી –વિશાખાપટ્ટનમ): 10 સપ્ટેમ્બર
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, ટ્રેનનો સમય, વિવિધ સ્ટોપેજ અને કોચની વિગતો સહિતની વિગતવાર માહિતી ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ enquiry.indianrail.gov.in પરથી મેળવી શકાશે.









