Ahmedabad

અમદાવાદના 3 ચર્ચિત વિસ્તારોમાં આજે પાણી વિતરણ ખોરવાશે, લીકેજ થતાં સમારકામ શરૂ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના માણેક બાગ ચાર રસ્તા પાસે 600 મિમીની પાણીની લાઇન લીકેજ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામ હાથ ધરાયું છે. આઝાદ સોસાયટી, નિયોજનનગર સહિત 6 જળ વિતરણ સ્ટેશનોની ટ્રંક મેઇન્સના વાલ્વ બંધ કરાયા છે. જેથી આવતીકાલે બુધવારે નવરંગપુરા, પાલડી અને વાસણા વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે. ટાંકીઓમાં પાણીનો જથ્થો ઘટતા ઉપલબ્ધ જથ્થા મુજબ જ પાણી મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના 3 ચર્ચિત વિસ્તારોમાં આજે પાણી વિતરણ ખોરવાશે, લીકેજ થતાં સમારકામ શરૂ

Ahmedabad News : અમદાવાદ શહેરના માણેક બાગ ચાર રસ્તા પાસે પાણીની 600 મિમીની લાઇન લીકેજ થઈ જવાથી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનના માણેક બાગ ચાર રસ્તા પાસે લીકેજ લાઇનને કારણે પાણીનો બગાડ થવાની સાથે કેટલાક વિસ્તારોમાં પાણીનો ફોર્સ પણ ઓછો થઈ ગયો હતો. આ લાઇનનું સમારકામ મ્યુનિસિપલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. લાઇનનું કામ ઝડપથી પૂર્ણ થઈ શકે તે માટે વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણીનો પુરવઠો પૂરો પાડતી ટ્રંક મેઇન્સનો વાલ્વ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.

છ વિસ્તારોની ટ્રંક વાલ્વ બંધ કરાયો

જળ વિતરણ સ્ટેશનોની ટ્રંક મેઇન્સનો વાલ્વ બંધ 600 મિમીની લાઇનના સમારકામ માટે છ જળ વિતરણ સ્ટેશનની ટ્રંક મેઇન્સનો વાલ્વ બંધ કરાયો છે. આ ટ્રંક મેઇન્સનો વાલ્વ બંધ કરવામાં આવતા આવતીકાલે બુધવારે નવરંગપુરા, પાલડી અને વાસણાના વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે. આ મરામતની કામગીરીને કારણે પાણી પુરવઠા વ્યવસ્થા પર સીધી અસર પડવાની છે.

ટાંકીઓના પાણીના જથ્થામાં ઘટાડો થશે

ટાંકીઓમાં પાણીના જથ્થામાં ઘટાડો અને અસરગ્રસ્ત વિસ્તારોવાલ્વ બંધ થવાના લીધે ટાંકીઓમાં પાણીના જથ્થામાં ઘટાડો થશે. જેના પરિણામે ત્રણેય વોર્ડમાં બુધવારના રોજ ઉપલબ્ધ જથ્થા અનુસાર જ પાણીનું વિતરણ કરવામાં આવશે. આ સમસ્યાથી પ્રભાવિત થનાર મુખ્ય અસરગ્રસ્ત વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં આઝાદ સોસાયટી, નિયોજનનગર, શારદા, જવાહરનગર, શહીદવન અને શાહવાડીનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી વિતરણ અગાઉની માફક ફરીથી શરૂ કરી દેવામાં આવશે.