ગુજરાતના 108 જળાશયોમાં 50%થી ઓછું જળસ્તર, સરદાર સરોવરમાં રાહતભરી સ્થિતિ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Water Level: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં જળસ્તર વધીને 99.05 ટકા નોંધાયું છે. સરદાર સરોવરની કુલ ક્ષમતા 9.46 ટ્રિલિયન લિટર છે અને તેની સામે જળસંગ્રહ 9.37 ટ્રિલિયન લિટર નોંધાયો છે.
કચ્છમાં સૌથી ઓછું, જ્યારે દ.ગુજરાતમાં સૌથી વધુ જળસ્તર નોંધાયું
હાલ ગુજરાતના 32 જળાશયો છલોછલ છે જ્યારે 37માં 70થી 100 ટકા, 29માં 50થી 70 ટકા, 36માં 25થી 50 ટકા વચ્ચે જળસ્તર છે,જ્યારે 72 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી ઓછું છે. આમ, 108 જળાશય એવા છે, જ્યાં 50 ટકાથી ઓછું જળસ્તર છે. 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 71.86 ટકા છે. જેમાં 48 હાઈ ઍલર્ટ, 12 ઍલર્ટ અને 9 વૉર્નિંગ હેઠળ છે.
રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા, મધ્ય ગુજરાતમાં 72.16 ટકા, દક્ષિણ ગુજરાતમાં 84.97 ટકા, કચ્છમાં 32.61 ટકા, સૌરાષ્ટ્રમાં 51.84 ટકા જળસ્તર છે.




