Ahmedabad

VIDEO: અમદાવાદ-મહેસાણા હાઇવે પર દુર્ઘટના, કલોલ નજીક બ્રિજ પરથી લટકી પડ્યો ટ્રક, કેબિનનો કચ્ચરઘાણ

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ પાસે મંગળવારે સવારે એક ટ્રક બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર ખાબક્યો હતો. રોડ પરના ખાડાથી બચવા આગળના ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળના ટ્રક ચાલકે કાબૂ ગુમાવ્યો. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે, જેને હોસ્પિટલ ખસેડાયો. વહેલી સવારે ટ્રાફિક ઓછો હોવાથી મોટી દુર્ઘટના ટળી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: અમદાવાદ-મહેસાણા હાઇવે પર દુર્ઘટના, કલોલ નજીક બ્રિજ પરથી લટકી પડ્યો ટ્રક, કેબિનનો કચ્ચરઘાણ

Ahmedabad Mehsana Highway Truck Accident: અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ પાસે સિંદબાદ હોટેલ નજીક મંગળવારે(22 સપ્ટેમ્બર) સવારે એક ટ્રક પલટી મારીને બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પડ્યો હતો. બ્રિજ પરથી ટ્રક લટકી પડતાં કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે.

અમદાવાદ-મહેસાણા હાઇવે પર દુર્ઘટના

પ્રાથમિક માહિતી અનુસાર, હાઇવે પર પડેલા ખાડાઓથી બચવા માટે આગળ જઈ રહેલા એક ટ્રકના ડ્રાઇવરે અચાનક બ્રેક મારી દેતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટ્રક પલટી મારીને બ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર પડ્યો હતો.

કલોલ નજીક બ્રિજ પરથી લટકી પડ્યો ટ્રક, કેબિનનો કચ્ચરઘાણ

ઇજાગ્રસ્ત ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત વહેલી સવારે બન્યો હોવાથી સર્વિસ રોડ પર વાહનવ્યવહાર પ્રમાણમાં ઓછો હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ અકસ્માતે અમદાવાદ-મહેસાણા હાઇવેની બિસ્માર હાલત તરફ ફરી એકવાર ધ્યાન દોર્યું છે, જ્યાં વાહનચાલકોને અનેક જગ્યાએ ખાડાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાને પગલે વહેલી સવારથી જ હાઇવે પર વ્યાપક ટ્રાફિકજામ થયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો.