Ahmedabad

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું ઝાડ પડ્યું, દટાયેલાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ખાનપુરમાં ભાજપ કાર્યાલય બહારનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું. આ ઘટનામાં પાર્ક કરેલા અનેક વાહનો દટાયા, જ્યારે 1 યુવક ફસાયો હતો. યુવકને રેસ્ક્યૂ કરી હોસ્પિટલ ખસેડાયો. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને વૃક્ષ હટાવવાની કામગીરી ચાલુ છે. ટ્રાફિક જામ થતાં લોકોને વૈકલ્પિક માર્ગ લેવા અપીલ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું ઝાડ પડ્યું, દટાયેલાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

Ahmedabad News: અમદાવાદના ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલયની બહાર આવેલું એક વિશાળ અને વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થયું છે. વૃક્ષ પડવાને કારણે રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનો તેની નીચે દટાઈ ગયા છે. વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં એક વ્યક્તિ પણ ફસાયો હતો. જો કે, ઘટનાસ્થળે હાજર લોકો અને તંત્ર દ્વારા યુવકને રેસ્ક્યૂ કરીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યોહતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે.

અમદાવાદ: ખાનપુર ભાજપ કાર્યાલય બહાર વર્ષો જૂનું ઝાડ પડ્યું

શહેરના ખાનપુરમાં વૃક્ષ ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા વૃક્ષ હટાવવાની અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને તંત્ર દ્વારા લોકોને ઘટનાસ્થળેથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.

યુવકનું સારવાર દરમિયાન મોત, એક ઈજાગ્રસ્ત

ઝાડ પડવાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસની ટીમ અને શાહપુર ફાયર સ્ટેશનથી બે ઇમરજન્સી રેસ્ક્યૂના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા છે. અધિકારીના જણાવ્યા મુજબ, આ ઝાડ વાહનો ઉપર પડ્યું હતું. અહીં બે લોકોને પણ ઈજા થઈ છે. જેમાંથી એક વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાથી 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે..

વૃક્ષ પડવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક

મુખ્ય રોડ પર જ વિશાળ વૃક્ષ પડવાના કારણે રસ્તો સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો અને વાહન વ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ટ્રાફિક જામ ન થાય તે માટે સ્થાનિક પોલીસે તાત્કાલિક વાહનોની અવરજવર અન્ય રૂટ પર ડાયવર્ટ કરી દીધી હતી. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કટરની મદદથી ઝાડની ડાળીઓ કાપીને રોડ પરથી અવરોધ દૂર કરવાની અને રસ્તો ફરી ખુલ્લો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.