Ahmedabad

અમદાવાદ-દરભંગા સહિત પશ્ચિમ રેલવેની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, 11મી સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોમાં વધતી ભીડને ધ્યાને લઈ અમદાવાદથી દરભંગા જતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 27 નવેમ્બર, 2026 સુધી લંબાવાયા છે. અન્ય સ્પેશિયલ ટ્રેનોના ફેરા પણ વધારવામાં આવ્યા છે. મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે. વિસ્તૃત ફેરાની ટિકિટનું બુકિંગ 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ અંગે વિનિત અભિષેકે માહિતી આપી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ-દરભંગા સહિત પશ્ચિમ રેલવેની સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા, 11મી સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ

Ahmedabad-Darbhanga Special Train: તહેવારો દરમિયાન પેસેન્જરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ સહિત વિવિધ શહેરોથી દોડતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. તેમાં અમદાવાદ–દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા 27મી નવેમ્બર, 2026 સુધી વધારવામાં આવ્યા છે. વિસ્તૃત ફેરાની ટિકિટનું બુકિંગ 11મી સપ્ટેમ્બરથી શરૂ થશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકે જણાવ્યું હતું કે પેસેન્જરોની સુવિધા અને વધારાની ભીડને સમાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ-દરભંગા સ્પેશિયલ

ટ્રેન નંબર 09465 અમદાવાદ–દરભંગા સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 27 નવેમ્બર, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. જ્યારે ટ્રેન નંબર 09466 દરભંગા–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલના ફેરા 30મી નવેમ્બર, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવ્યા છે.

અન્ય સ્પેશિયલ ટ્રેનોના ફેરા પણ વધારાયા

•ટ્રેન નંબર 04828 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ: 4 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી–બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ: 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર, 2026 સુધી.
•ટ્રેન નંબર 04728 વલસાડ–હિસાર સાપ્તાહિક સ્પેશિયલ: 15 ઓક્ટોબરથી 26 નવેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 04727 હિસાર–વલસાડ સાપ્તાહિક સ્પેશિયલ: 14 ઓક્ટોબરથી 25 નવેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09045 ઉધના–મધુબની સાપ્તાહિક સ્પેશિયલ: 27 સપ્ટેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09046 મધુબની–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 28 સપ્ટેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09151 ઉધના–મધુબની સાપ્તાહિક સ્પેશિયલ: 30 સપ્ટેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09152 મધુબની–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 2 ઓક્ટોબર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09047 ઉધના–ઝંઝારપુર સાપ્તાહિક સ્પેશિયલ: 27 સપ્ટેમ્બર, 2026 સુધી.
•ટ્રેન નંબર 09048 ઝંઝારપુર–ઉધના સાપ્તાહિક સ્પેશિયલ: 28 સપ્ટેમ્બર, 2026 સુધી.

20મી અને 22મી સપ્ટેમ્બરે રૂટમાં ફેરફાર

ન્યૂ વેસ્ટ કેબિન અને પ્રયાગરાજ જંકશન વચ્ચે કોરિડોર બ્લોકના કારણે ટ્રેન નંબર 09031/09032 અનુક્રમે 20 અને 22 સપ્ટેમ્બર, 2026થી પ્રયાગરાજ જંકશનના બદલે સુબેદારગંજ સ્ટેશને રોકાશે.

11મી સપ્ટેમ્બરથી બુકિંગ શરૂ

ટ્રેન નંબર 04828, 04728, 09045, 09151, 09047, 09031 અને 09465ના વિસ્તૃત ફેરા માટેનું બુકિંગ 11 સપ્ટેમ્બર, 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.