Ahmedabad

ખેડૂતો બાદ તલાટીઓનો મોરચો, મહેસૂલી સહિત અન્ય કામગીરીનો કર્યો બહિષ્કાર

By GS Team
8 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ખેડૂતો બાદ હવે તલાટીઓએ પડતર માંગણીઓ સાથે સરકાર સામે મોરચો માંડ્યો છે. મહેસૂલ અને પંચાયત વિભાગ વચ્ચે કામગીરીની અસ્પષ્ટતાને કારણે વિવાદ વકરતા તલાટીઓએ મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કર્યો છે. પરિણામે, ગ્રામ પંચાયતોના રોજિંદા વહીવટી કામો અને સરકારી યોજનાઓ અટકી પડ્યા છે, જેનાથી અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો રાજ્યવ્યાપી રેલીની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખેડૂતો બાદ તલાટીઓનો મોરચો, મહેસૂલી સહિત અન્ય કામગીરીનો કર્યો બહિષ્કાર

Ahmedabad News : રાજ્યમાં ખેડૂતોના આંદોલન બાદ હવે તલાટીઓએ પણ વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. મહેસૂલ અને પંચાયત વિભાગ વચ્ચે તલાટીઓની કામગીરીની અસ્પષ્ટતાને લીધે લાંબા સમયથી ચાલી આવતો વિવાદ વકર્યો છે. સરકાર અને તલાટી મંડળ વચ્ચેની વાટાઘાટોમાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે તલાટીઓએ મહેસૂલી કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

ગામડાઓમાં સ્થિતિ ગંભીર બની

આ હડતાલના પગલે ગ્રામ પંચાયતોના રોજિંદા વહીવટી કામો અટકી પડ્યા છે અને સરકારની મહેસૂલી વસૂલાતની પ્રક્રિયા પણ ઠપ થઈ ગઈ છે. નવી ભરતી છતાં જૂના કર્મચારીઓ પર કામનું ભારણ યથાવતતલાટી મંડળની મુખ્ય માંગ છે કે મહેસૂલ તલાટી, પંચાયત તલાટી અને ગ્રામસેવક વચ્ચે કામની ચોક્કસ અને અલગ-અલગ વહેંચણી કરવામાં આવે. અગાઉ તમામ મહેસૂલી કામો તલાટીઓ જ સંભાળતા હતા. તાજેતરમાં સરકારે મહેસૂલી તલાટીઓની અલાયદી ભરતી કરી હોવા છતાં, જૂના તલાટીઓ પરથી કામનું ભારણ ઓછું કરવામાં આવ્યું નથી. આ મામલે પ્રશાસન સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક પગલાં ન ભરાતા આખરે કર્મચારીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.

image.png

અનેક મહત્વપુર્ણ કામો અટકી પડ્યાં

સરકારી યોજનાઓ અને વારસાઈના કામો અટકતાં અરજદારો પરેશાનતલાટીઓની આ હડતાલની સીધી અને માઠી અસર ગ્રામીણ વિસ્તારના સામાન્ય વર્ગ પર પડી રહી છે. ગ્રામ પંચાયતોમાં વારસાઈ માટે અતિ મહત્વના એવા પેઢીનામા બનાવવાની કામગીરી સદંતર બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વિવિધ સમાજ કલ્યાણની સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અનિવાર્ય એવા આધાર કાર્ડ વેરિફિકેશનના કામો પણ ઠપ થઈ જતાં અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

તલાટીઓની ઉગ્ર આંદોલનની ચિમકી

વહીવટી તંત્રના અહેવાલો મુજબ, આ હડતાલને કારણે પાક સર્વે, બિનખેતીની વસૂલાત, વિવિધ કેસોની નોટિસ બજવણી તેમજ જમીન મહેસૂલ નિયમ-8 સિવાયની જમીનની કામગીરીઓ પર બ્રેક વાગી ગઈ છે. તલાટી મંડળે સરકારને સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી સમયમાં તેમની માંગણીઓ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી રેલી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે.