Ahmedabad

7 વર્ષ પ્રેમ, ધર્મ બદલવાનો વાયદો અને પછી બીજી સાથે લગ્ન, સુરતના બે વકીલનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

By GS Team
18 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના બે વકીલો વચ્ચેના અંગત સંબંધનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે યુવકે હિંદુ ધર્મ અપનાવી 'રાહુલ' નામ ધારણ કરી લગ્નની ખાતરી આપી 7 વર્ષ સંબંધ રાખ્યો. બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા. હાઈકોર્ટે હાલ FIR રદ કરવાની અરજી ફગાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

7 વર્ષ પ્રેમ, ધર્મ બદલવાનો વાયદો અને પછી બીજી સાથે લગ્ન, સુરતના બે વકીલનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

High Court On Surat Lawyers Relationship Dispute: સુરતમાં વ્યવસાયે વકીલ એવા યુવક-યુવતી વચ્ચેના અંગત સંબંધનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. યુવતીએ કરેલી ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે યુવકે હિંદુ ધર્મ અપનાવી પોતાનું નામ બદલીને તેની સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી અને આ ખાતરીના આધારે બંને વચ્ચે લગભગ સાત વર્ષ સુધી સંબંધ રહ્યો હતો. જો કે, બાદમાં યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરી પોતાના સિનિયરની પુત્રી સાથે લગ્ન કરી લેતાં વિવાદ વકર્યો હતો.

સુરતના બે વકીલનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

ફરિયાદી પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે બંને વકીલો વચ્ચે શરૂઆતમાં વ્યાવસાયિક સંબંધ હતો, પરંતુ બાદમાં આરોપી રહેમે પોતે હિંદુ ધર્મ અપનાવી 'રાહુલ' નામ ધારણ કરીને ફરિયાદી સાથે લગ્ન કરવાની ખાતરી આપી હતી. આ ખાતરીના આધારે બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ફરિયાદી તરફથી એડવોકેટે રજૂઆત કરી હતી.

બીજી તરફ, આરોપી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે માત્ર લગ્ન ન થયા હોવાના કારણે સંબંધને દુષ્કર્મનો ગુનો ગણી શકાય નહીં અને આ આધારે નોંધાયેલી એફઆઈઆર રદ થવી જોઈએ.

જો કે, ગુજરાત હાઈકોર્ટે હાલના તબક્કે એફઆઈઆર રદ કરવાની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. મામલો બંને પક્ષ વ્યવસાયે વકીલ હોવાથી સુરતમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના 224 તાલુકામાં વરસાદથી ખેડૂતોમાં હરખ, અમદાવાદ-ધોળકામાં જળબંબાકારથી અનેક જગ્યાએ પાણી ભરાયા

આ દરમિયાન આરોપી દ્વારા ધરપકડથી બચવા માટે કરાયેલી આગોતરા જામીનની અરજી ટ્રાયલ કોર્ટે પણ ફગાવી હોવાનું જણાવાયું છે. ત્યારબાદ આરોપીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આજે(18 સપ્ટેમ્બર) આ અરજીની સુનાવણી હતી, પરંતુ આરોપી તરફથી હાજર રહેલા વકીલે હવે કેસમાં વધુ હાજર નહીં રહેવાની જાણ કરી પોતે અલગ થઈ ગયા હતા. મામલો હવે હાઈકોર્ટ સમક્ષ આગળની સુનાવણી માટે રહેશે.