Ahmedabad

અમદાવાદ: કાંકરિયાની સ્કૂલમાં 1 મહિનાથી પીવાના દૂષિત પાણીની સમસ્યા, સંચાલકોએ દોષ AMC પર ઢોળ્યો

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના કાંકરિયા વિસ્તારની લિટલ સ્ટાર સ્કૂલમાં 1 મહિનાથી પીવાલાયક પાણી ન આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. સ્કૂલ પ્રશાસને AMC પર દોષ ઢોળ્યો છે. નર્સરીથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઘરેથી વધારાની બોટલ લઈ જાય છે. આ અંગે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: કાંકરિયાની સ્કૂલમાં 1 મહિનાથી પીવાના દૂષિત પાણીની સમસ્યા, સંચાલકોએ દોષ AMC પર ઢોળ્યો

Ahmedabad Little Star School Water Issue: અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલી લિટલ સ્ટાર સ્કૂલમાં છેલ્લા 1 મહિનાથી પીવાલાયક પાણી આવતું ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ઘરેથી પાણીની વધારાની બોટલ લઈ જવી પડી રહી છે. જેના કારણે વાલીઓમાં રોષની લાગણી વ્યાપી છે. આ ગંભીર બાબત અંગે સ્કૂલ પ્રશાસનને રજૂઆત કરવામાં આવતા, તેમણે સમગ્ર દોષનો ટોપલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર ઢોળી દીધો છે. હવે આ અંગે શિક્ષણ વિભાગમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

1 મહિનાથી પાણીની સમસ્યા છતાં તંત્ર નિષ્ક્રિય

કાંકરિયા વિસ્તારમાં આવેલી લિટલ સ્ટાર સ્કૂલના સંકુલમાં નર્સરીથી ધોરણ 10 સુધીના વર્ગો ચાલે છે. ગત 5 જૂનના રોજ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું. તેના 2 થી 3 દિવસ બાદ પીવાનું પાણી યોગ્ય ન આવતા કેટલાક વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. આથી સ્કૂલની એપ્લિકેશનમાં વાલીઓને અપડેટ આપવામાં આવી હતી કે, હાલ પાણી પીવાલાયક ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ઘરેથી વધારે પાણી આપીને મોકલવા. વાલીઓએ આ સમસ્યા થોડા દિવસોમાં ઉકેલાઈ જશે તેમ માનીને વિદ્યાર્થીઓને વધારાની પાણીની બોટલ સાથે મોકલવાનું શરૂ કર્યું હતું. આ અંગે સ્કૂલમાં પૂછપરછ કરતા સંચાલકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપાતું પાણી દૂષિત હોવાનું બહાનું કાઢ્યું હતું.

સ્કૂલ સંચાલકો સામે વાલીઓનો ભારે આક્રોશ

આમ, 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં, સ્કૂલમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીનો પ્રશ્ન હલ ન થતા વાલીઓમાં ભારે નારાજગી છે. એક વાલીએ જણાવ્યું કે, આ સ્કૂલમાં નર્સરીથી ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ વધારે હોવા છતાં, સ્કૂલના સંચાલકો આ ગંભીર બાબતનું નિરાકરણ નથી લાવી શક્યા તે ખેદજનક છે. આ મામલે હવે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવશે.