Ahmedabad

અમદાવાદના એસ.જી. હાઈવે પરના 4 હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું: 9ની ધરપકડ, 10 વોન્ટેડ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ પરના 4 સ્પામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ 7 ઑગસ્ટના રોજ દરોડા પાડ્યા હતા. સ્પાની આડમાં ચાલતા હાઈપ્રોફાઈલ દેહવ્યાપારનો પર્દાફાશ થયો હતો. પોલીસે 9 લોકોની ધરપકડ કરી, જેમાં સ્પા મેનેજરો અને ગ્રાહકોનો સમાવેશ થાય છે. 6 મહિલાઓ સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. કુલ ₹5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. વધુ તપાસ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના એસ.જી. હાઈવે પરના 4 હાઈપ્રોફાઈલ સ્પામાંથી ઝડપાયું કૂટણખાનું: 9ની ધરપકડ, 10 વોન્ટેડ

SMC Raids 4 Ahmedabad Spas On SG Highway: અમદાવાદ શહેરના પોશ ગણાતા એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ વિસ્તારમાં સ્પા અને વેલનેસ સેન્ટરની આડમાં મસાજ શ્રૃંગારના નામે ચાલતા હાઈપ્રોફાઈલ કૂટણખાનાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે શુક્રવારે(7 ઑગસ્ટ) દરોડા પાડ્યા હતા. જેમાં SMCએ એકસાથે 4 સ્પા પર દરોડા પાડીને દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કાર્યવાહીમાં સ્પા મેનેજરો અને ગ્રાહકો સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 6 મહિલાઓ સહિત અન્ય 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ચારેય સ્થળેથી રોકડ, મોબાઈલ, લેપટોપ અને વાંધાજનક સામગ્રી મળી કુલ રૂ.5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

ધી ગેલક્સી સ્પા (સિંધુભવન રોડ, બોડકદેવ)

સિંધુભવન રોડ પર આવેલા 'ધી ગેલક્સી સ્પા'માં દરોડા દરમિયાન પોલીસે ₹1.26 લાખનો મુદ્દામાલ, મોબાઈલ અને DVR જપ્ત કર્યા છે. અહીંથી કાઉન્ટર પર મેનેજર તરીકે કામ કરતા ભાવિક મહેશભાઈ વિઠ્ઠલાપરાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાના મેનેજર કિલિકા અમુસી, મોહસિન રંગરેજ, રામબાબુ અને મેનેજરનો આસિસ્ટન્ટ મનીષ વોન્ટેડ જાહેર કરાયા છે.

બ્લોસમ સ્પા (હેબતપુર રોડ, થલતેજ)

થલતેજમાં બાગબાન પાર્ટી પ્લોટ પાસે આવેલા 'બ્લોસમ સ્પા'માંથી પોલીસે ₹71,870ની મિલકત જપ્ત કરી છે. પોલીસે સ્થળ પરથી રીસેપ્શનિસ્ટ/થેરાપિસ્ટ ભારતી ભરત દામાણી અને આસિસ્ટન્ટ અંકિતકુમાર રાજકુમાર બાથમની ધરપકડ કરી છે. જ્યારે હર્ષવર્ધન જાધવ અને કિરણભાઈ નામના બે સ્પા મેનેજરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

A9 સ્પા (ઇસ્કોન ચાર રસ્તા, સેટેલાઈટ)

ઇસ્કોન ચાર રસ્તા અને વાઈડ એંગલ પાસે આવેલા 'A9 સ્પા'માં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. SMCએ અહીંથી સ્વાઈપ મશીન, વોકી-ટોકી સેટ, કરન્સી કાઉન્ટિંગ મશીન, લેપટોપ, યુપીઆઈ સ્કેનર અને કૌટુંબિક સામગ્રી સહિત ₹2.36 લાખનો સામાન જપ્ત કર્યો છે. આ કેસમાં મેનેજરો પ્રવીણભાઈ રમેશભાઈ વોરા, નૈસદ અહેમદ સિદ્દીકી અને નિશ્ચલ દીપકભાઈ ઠક્કરની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્પા માલિક નરેન્દ્રસિંહ રાઠોડ અને મેનેજર કૌશલ દીપકભાઈ ઠક્કર ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ બતાવાયા છે.

ઓરેન્જ સ્પા (વસ્ત્રાપુર લેક પાસે)

વસ્ત્રાપુર તળાવ નજીકના 'ઓરેન્જ સ્પા'માંથી પોલીસે ₹95,500ની રોકડ અને લેપટોપ જપ્ત કર્યા છે. અહીંથી સ્પા મેનેજર રઘુવીરસિંહ બલવીરસિંહ રાજપૂત તેમજ મસાજ કરાવવા આવેલા બે ગ્રાહકો દેવિન વિષ્ણુભાઈ દેસાઈ અને જયદેવભાઈ નાનુભાઈ ડોડીયાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે માલિક વીરેન્દ્રકુમાર સિંધ અને મેનેજર મનીષ રામસ્વરૂપ પીપલીવાલા વોન્ટેડ છે.

SMCની ટીમે તમામ ચારેય સ્પા સામે અનૈતિક વ્યાપાર અટકાવ કાયદા અને ભારતીય ન્યાય સંહિતા(BNS)ની વિવિધ કલમો હેઠળ સંબંધિત પોલીસ મથકોમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એસ.જી. હાઈવે પરના સ્પામાં ચાલતા આ રેકેટ પાછળ અન્ય કયા મોટા માથાં સામેલ છે તે અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે.