Surendranagar

સુરેન્દ્રનગર: નદીમાં ડૂબી જવાથી રાજસ્થાનના ચાર યુવકના મોત, વઢવાણના નગરા પાસેની ઘટના

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગરના વઢવાણ પાસે ઉમૈયા નદીમાં એક યુવકને બચાવવા જતાં 4 યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ ઘટના શુક્રવારે બની હતી. રાજસ્થાનના આ યુવકો નગરા ગામે સોલર પ્લાન્ટમાં કામ કરતા હતા. સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરેન્દ્રનગર: નદીમાં ડૂબી જવાથી રાજસ્થાનના ચાર યુવકના મોત, વઢવાણના નગરા પાસેની ઘટના

Surendranagar News: સુરેન્દ્રનગરના વઢવાણમાં ઉમૈયા નદીમાં ડૂબી જવાથી ચારનો મોત નીપજ્યાં છે. વઢવાણ તાલુકાના નગરા પાસેની ઘટના હોવાનું મનાય છે. જેમાં નદીમાં નહાવા ગયેલા એક યુવકને બચાવવા જતાં ચારેય ડૂબ્યા હતા. યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા અને ચારેય યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ચારેય યુવકો રાજસ્થાનના હતા. તેઓ વઢવાણના નગરા ગામે સોલર પ્લાન્ટમાં કામ કરતાં હતા. શુક્રવારે(7 ઓગસ્ટ) નદીમાં નહાવા જતાં આ દુર્ઘટના ઘટી હોવાનું જણાય છે. સમગ્ર મામલે જાણ થતાં સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.