Entertainment

નિખિલ ભાટ સની દેઓલની ફિલ્મ છોડી હોલિવુડમાં જશે

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
બોલિવૂડના નિર્દેશક નિખિલ નાગેશ ભાટ હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. તેઓ એમેઝોન એમજીએમ સ્ટુડિયોની એક્શન થ્રિલર 'ડેડલોક્ડ'નું નિર્દેશન કરશે, જેમાં જેમી ફોક્સ મુખ્ય ભૂમિકામાં છે. આ કારણે સની દેઓલની મહત્વાકાંક્ષી ફિલ્મ 'પરશુરામ' હવે 2027 સુધી પાછળ ધકેલાઈ શકે છે. 'પરશુરામ'ના નિર્માતાઓ ભાટની રાહ જોશે કે અન્ય નિર્દેશક સાથે આગળ વધશે તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

નિખિલ ભાટ સની દેઓલની ફિલ્મ છોડી હોલિવુડમાં જશે

મુંબઈ : બોલિવુડમાંથી જ્મ્પ મારી 'કીલ' ફિલ્મ ફેમ નિખિલ નાગેશ ભાટ હોલિવુડમાં ફિલ્મ ડાયરેક્ટ કરવા જતાં સની દેઓલની મહત્વાકાંક્ષી ફિલ્મ 'પરશુરામ' હવે બે વર્ષ પાછળ ધકેલાઇ જશે તેમ મનાય છે. નિખિલ નાગેશ ભાટ જેને નિર્દેશિત કરવાના હતા તે 'પરશુરામ' હવે ૨૦૨૭માં બને તેવા એંધાણ છે.
એક્શન ફિલ્મોમાં અલગ સ્થાન બનાવનાર કીલ ફિલ્મ સાથે જેમનું નામ જોડાયેલું છે તે નિખિલ નાગેશ ભાટ હવે એમેઝોન એમજીએમ સ્ટુડિયોની એક્શન થ્રીલર ફિલ્મ 'ડેડલોક્ડ' નિર્દેશિત કરવાના છે. આ ફિલ્મમાં એકેડમી એવોર્ડ વિનર એક્ટર જેમી ફોક્સ હીરો છે. ભાટ બે વર્ષથી હોલિવૂડમાં ફિલ્મ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા જે આખરે ફળ્યો છે. હવે આ ફિલ્મ પુરી ન થાય ત્યાં સુધી ભાટ બીજી કોઇ ફિલ્મ હાથ પર લઇ શકશે નહીં.
'પરશુરામ'ના નિર્માતાએ હવે ભાટની રાહ જોવાનું નક્કી કરે છે કે તેમના સ્થાને બીજા નિર્દેશકની પસંદગી કરી ફિલ્મ આગળ ધપાવવા માંગે છે તેની ઉત્સુકતાથી રાહ જોવાઇ રહી છે.