માધુરીએ 1.94 કરોડમાં લીધેલો ફલેટ 14 વર્ષે 4.4 કરોડમાં વેચ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- માધુરીને રિયલ એસ્ટેટમાં રોકાણ ફળ્યું
મુંબઈ : મુંબઇમાં ટોચના ફિલ્મ સ્ટાર્સે તેમની બેફામ કમાણી રિઅલ એસ્ટેટમાં રોકી સારું વળતર રળી લે છે. માધુરી દિક્ષિત અને તેના પતિ શ્રીરામ નેનેએ મુંબઈનાં જુહૂમાં આવેલો તેમનો ફલેટ ૪.૪૦ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. માધુરીએ આ ફલેટ ૧૪ વર્ષ અગાઉ ૪ જુન ૨૦૧૨માં તેના પતિ શ્રીરામ નેને સાથે મળી ૧.૯૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
જેવીપીડી સ્કીમમાં મિલીટરી રોડ પર આવેલા આ ફલેટનો એરિયા ૭૭૪ ચોરસ ફૂટ છે. ત્રણ જુલાઇએ આ સોદો રજિસ્ટર્ડ થયો હતો. આ ફલેટ ખરીદનારે ૨૬.૪૦ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરી હતી.
રસપ્રદ બાબત એ છે કે માધુરી દિક્ષિતે છેલ્લા આઠ મહિનામાં બે ફલેટ અને એક ઓફિસ પણ વેચી કાઢી છે.
ડિસેમ્બર ૨૦૨૫માં માધુરી દિક્ષિત અને તેના પતિ શ્રીરામ નેનેએ આ જ બિલ્ડિંગમાંઆવેલો ફલેટ ૩.૯૦ કરોડ રૂપિયામાં વેચી નાંખ્યો હતો. જે તેણે તેર વર્ષ અગાઉ ૧.૯૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ જ રીતે અંધેરી વેસ્ટમાં આવેલી કમર્શિયલ ઓફિસ ૧૮ વર્ષ પછી ૪.૮૫ કરોડ રૂપિયામાં વેચી મારી હતી. જે તેણે ૫૨.૫ લાખ રૂપિયામાં ખરીદી હતી.









