Ahmedabad

અમદાવાદ: ગરબા ક્લાસથી અલગ વાહનો પર પાછા ફરતા દંપતીને નડ્યો અકસ્માત, પતિની નજર સામે જ પત્નીનું મોત, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના શીલજ DPS કેનાલ રોડ પર રાજસ્થાન પાસિંગના બાઈકચાલકે એક્સેસને ટક્કર મારતા ગરબા ક્લાસથી પરત ફરતી 2 મહિના પહેલા પરણેલી નવવધૂ નિશિનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત થયું. 11 સપ્ટેમ્બરની રાત્રે બનેલી આ ઘટનામાં બાઈકચાલક ફરાર થતા બોપલ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ગરબા ક્લાસથી અલગ વાહનો પર પાછા ફરતા દંપતીને નડ્યો અકસ્માત, પતિની નજર સામે જ પત્નીનું મોત, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

Ahmedabad Shilaj Canal Road Accident: અમદાવાદ શીલજ ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે પુરઝડપે આવેલા રાજસ્થાન પાસિંગના બાઈકચાલકે એક્સેસને જોરદાર ટક્કર મારતાં બે મહિના પહેલાં જ પરણેલી નવવધૂનું ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 11 સપ્ટેમ્બરની રાત્રે ગરબા ક્લાસ પૂર્ણ કરી પતિ-પત્ની અલગ અલગ ટુ-વ્હીલરથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે નવવધૂ વાહન સાથે 10 ફૂટ સુધી ઢસડાઈ હતી. અકસ્માત સર્જી બાઈકચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં બોપલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

418da04a-7a18-42c4-b87a-4be47683e0b2.jpg
દંપતી

શીલજમાં પૂરપાટ આવતા બાઈકચાલકે એક્સેસને અડફેટે લેતાં નવવધૂનું મોત

બોપલ ખાતે રહેતા અને વ્યવસાયે કોરિયોગ્રાફર હાર્દિક દરજી હાલ સાયન્સ સિટી ખાતે બ્લૂમિંગ કેમ્પમાં ગરબા ક્લાસ ચલાવે છે. બે મહિના પૂર્વે જ તેમના લગ્ન વસ્ત્રાપુરની નિશિ સાથે થયા હતા. 11 સપ્ટેમ્બરે ક્લાસ પૂર્ણ કર્યા બાદ હાર્દિક પોતાના બાઈક પર અને નિશિ એક્સેસ પર ઘર તરફ નીકળ્યા હતા. આ દરમિયાન ડી.પી.એસ. કેનાલ રોડ પર માધવ અધવેદ કોમ્પ્લેક્સ પાસે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવેલા બાઈકે નિશિના વાહનને અડફેટે લીધું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં નિશિને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: સાબરમતી નદી કે તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન નહીં કરી શકાય, AMC 38 સ્થળોએ 47 કૃત્રિમ કુંડની કરશે વ્યવસ્થા

ગંભીર અકસ્માતને પગલે હાર્દિક અને સ્થાનિક રાહદારીઓએ તાત્કાલિક પીડિતાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં અકસ્માત સર્જનાર બાઈક રાજસ્થાન પાસિંગનું હોવાનું અને બાઈકચાલક તેમજ પાછળ બેઠેલો શખસ ઘરઘાટી તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપી બાઈકચાલક પણ ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં દાખલ હોવાની વિગતો મળતાં પોલીસે તેની અટકાયત માટે તજવીજ હાથ ધરી છે.