Ahmedabad

અમદાવાદમાં: ટ્યુશને જતા કિશોરનું મોપેડ ડિવાઈડરે અથડાયું, પાછળ બેઠેલા ધો.9ના માસુમ વિદ્યાર્થીનું બ્રેઈન હેમરેજથી મોત

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજમાં 13 સપ્ટેમ્બરે સગીર ચાલકે પૂરપાટ એક્ટિવા હંકારી ડિવાઇડર સાથે અથડાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાછળ બેઠેલા 16 વર્ષીય મિત્ર દીપકને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેનું અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પિતાની કેન્સરની સારવાર અને પુત્રની અંતિમવિધિ બાદ M ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં: ટ્યુશને જતા કિશોરનું મોપેડ ડિવાઈડરે અથડાયું, પાછળ બેઠેલા ધો.9ના માસુમ વિદ્યાર્થીનું બ્રેઈન હેમરેજથી મોત

Ahmedabad Sarkhej Minor Accident Incident: અમદાવાદના સરખેજ રેલવે સ્ટેશન સામે સાર્વજનિક સ્કૂલના પાછળના ગેટ નંબર-2 પાસે 13 સપ્ટેમ્બરના રોજ સવારે 15 વર્ષીય સગીર ચાલકે પોતાનું એક્ટિવા પૂરપાટ ઝડપે ચલાવી ડિવાઇડર સાથે અથડાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાછળ બેસેલા તેના મિત્ર અને ધોરણ-9માં ભણતા 16 વર્ષીય કિશોરને માથામાં હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમિયાન અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પિતાની કેન્સરની સારવાર અને પુત્રની અંતિમવિધિ બાદ બનાવ અંગે M ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સગીર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

એક્ટિવા પર બે કિશોર ટ્યુશને જતા થયેલા અકસ્માતમાં પાછળ બેઠેલા ધો.9ના વિદ્યાર્થીનું હેમરેજથી મોત

શહેરના ​સરખેજ ગામ મહાકાળી માતાના ટેકરા પાસે રહેતા અને છૂટક મજૂરી કરતા વિજયભાઈ રતિલાલ સલાટનો મોટો દીકરો દીપક(ઉં.વ.16) સાર્વજનિક સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો અને જય ભવાની ક્લાસિસમાં ટ્યુશને જતો હતો. 13 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા આઠ વાગ્યે દીપક ટ્યુશન જવા નીકળ્યો ત્યારે સરખેજમાં રહેતો તેનો મિત્ર એક્ટિવા લઈને આવ્યો હતો. સ્કૂલના ગેટ નંબર-2 પાસે ચાલકે કાબૂ ગુમાવતાં એક્ટિવા ડિવાઇડર સાથે જોરદાર અથડાયું હતું.

અકસ્માતમાં દીપકને માથાના ભાગે હેમરેજ તેમજ હોઠ-નાક પર ગંભીર ઈજાઓ થઈ હતી. તેને 108 મારફતે સોલા સિવિલ અને ત્યારબાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં 16 સપ્ટેમ્બરે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં સગીર એક્ટિવા ચાલકને પણ પગે ઈજા થઈ હતી. ફરિયાદી પિતા છેલ્લા ચાર મહિનાથી મોઢાના કેન્સરની સારવાર હેઠળ હોવાથી તેમજ પુત્રની અંતિમવિધિ પત્યા બાદ M ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.