Ahmedabad

અમદાવાદના રખિયાલમાં બ્રાન્ડેડ કંપનીના બનાવટી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો: ભંગારના ડબ્બામાં સસ્તું તેલ ભરી વેચતો વેપારી

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી ઘણીવાળા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના બનાવટી ખાદ્ય તેલના 44 ડબ્બા મળી આવ્યા. રખિયાલ પોલીસે વેપારી અમિત કુશવાહ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ભંગારના ખાલી ડબ્બામાં અન્ય કંપનીનું તેલ ભરી, બોગસ સીલ લગાવી બ્રાન્ડેડ ભાવે વેચતો હતો. પોલીસે 1,25,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના રખિયાલમાં બ્રાન્ડેડ કંપનીના બનાવટી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો: ભંગારના ડબ્બામાં સસ્તું તેલ ભરી વેચતો વેપારી

Ahmedabad News: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી ઘણીવાળા ટ્રેડર્સ નામની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના બનાવટી ખાદ્ય તેલના 44 ડબ્બા મળી આવ્યા હતા. આ મામલે રખિયાલ પોલીસે વેપારી અમિત કુશવાહ સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રખિયાલમાં બ્રાન્ડેડ કંપનીના બનાવટી ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી અનુસાર, ખાનગી કંપનીમાં નોકરી કરતા ફરિયાદી ભુષણ દાણીને બાતમી મળી હતી કે રખિયાલ વિસ્તારમાં આવેલા ગુજરાત બેકરી પાસેની ઘાણીવાળા ટ્રેડર્સ નામની દુકાનમાં તેની કંપનીના કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા વેચવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે 12મી સપ્ટેમ્બરના રોજ ફરિયાદીએ રખિયાલ પોલીસને સાથે રાખીને દુકાનમાં તપાસ કરી હતી. ત્યાં દુકાનમાંથી અમિત કુશવાહ નામનો શખસ મળી આવ્યો હતો. તેની દુકાનમાં તપાસ કરતા કપાસિયા તેલના લેબલ, બારકોડ અને લાલ રંગના ડુપ્લિકેટ સીલ મારેલા કુલ 44 ડબ્બા મળી આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ખાડિયામાં મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાયેલા માતા-પુત્રી સહિત ત્રણનું રેસ્ક્યૂ

ભંગારના ખાલી ડબ્બામાં તેલ ભરી બોગસ સીલ લગાવતો હતો

આ ડબ્બાઓ બાબતે આરોપી અમિત કુશવાહની પૂછપરછ કરતા તેણે પોતાની કામગીરીની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, 'હું ભંગારમાંથી તેલના સારી હાલતના ખાલી ડબ્બા ખરીદતો હતો અને તેમાં બજારમાંથી બીજી કંપનીઓનું તેલ ભરીને તેના પર ડુપ્લિકેટ બુચ લગાવી દેતો હતો. ત્યારબાદ આ ડબ્બા તે અસલી તેલના ભાવે બજારમાં વેચીને કંપનીને નુકસાન પહોંચાતા.' પોલીસે સ્થળ પરથી 2850 રૂપિયાની કિંમતનો એક એવા કુલ 44 ડુપ્લિકેટ તેલના ડબ્બા જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત 125400 રૂપિયા થાય છે અને આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.