Astro

વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

By GS Team
13 Sep 20261 min read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રી અગ્નિદત્ત પદમનાભે 12 રાશિઓનું ભવિષ્ય ભાખ્યું છે. મેષ રાશિના જાતકોને સીઝનલ ધંધામાં સાવધાની રાખવા જણાવ્યું છે. વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યની પ્રશંસા અને લાભ મળવાની શક્યતા છે. કુંભ રાશિના લોકોને વાયરલ બીમારીથી બચવાની સલાહ અપાઈ છે. અન્ય રાશિઓ માટે પણ પારિવારિક શાંતિ, કાર્યમાં સફળતા અને યાત્રાના યોગ દર્શાવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાંચો તમારું 13 સપ્ટેમ્બર 2026નું રાશિ ભવિષ્ય

મેષ : સીઝનલ ધંધામાં આપે માલનો વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે નાણાંકીય લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
વૃષભ : આપના મહેનત-અનુભવ- આવડત બુધ્ધિથી કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામકાજમાં લાભ જણાય.
મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય નહીં. ઘર-પરિવારની ચિંતા રહે.
કર્ક : અડોશ- પડોશના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. નોકરી-ચાકરવર્ગનો સાથ સહકાર રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક- પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ ખર્ચ જણાય. કામનો ઉકેલ આવતાં રાહત રહે.
કન્યા : આપના કામમાં વ્યસ્ત રહિને દિવસ પસાર કરી શકો. ઇચ્છિત વ્યકિત સાથે મિલન-મુલાકાત થવાથી આનંદ રહે.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ- ઉદ્વેગ રહે. મોસાળપક્ષ - સાસરીપક્ષની ચિંતા અનુભવાય.
વૃશ્ચિક : આપના કાર્યની કદર- પ્રશંસા થવાથી આનંદ રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય.
ધન : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ શ્રમ વ્યસ્તતા જણાય.
મકર : જના સ્વજન-સ્નેહી- મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવો. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.
કુંભ : સીઝનલ વાયરલ બીમારીમાં અટવાઈ ન પડો તેનું ધ્યાન રાખવું. કૌટુંબિક - પારિવારિક પ્રશ્ને ચિંતા-ખર્ચ જણાય.
મીન : સંસ્થાકીય કામમાં જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કાર્યમાં અન્યનો સહકાર મળી રહે.

  • અગ્નિદત્ત પદમનાભ